કાંગપોકપી: કોરોનાએ આખા દેશમાં ખળભળાટ મચાવ્યો છે. તેમની વચ્ચે મણિપુરમાં એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક મહિલાએ ક્વોરેન્ટાઇન સેન્ટરમાં નવજાત શિશુને જન્મ આપ્યો હતો અને તે પછી નવજાતનું નામ ઈમેન્યુઅલ ક્વારેન્ટિનો રાખવામાં આવ્યું છે.
મણિપુરના ક્વોરેન્ટાઇન સેન્ટરમાં મહિલાની પ્રસુતિ થઈ, બાળકનું નામ રાખ્યું "ઈમેન્યુઅલ ક્વારેન્ટિનો" - ક્વોરેન્ટાઇન સેન્ટરમાં માતેએ બાળકને જન્મ આપ્યો
કોરોનાએ આખા દેશમાં ખળભળાટ મચાવ્યો છે. તેમની વચ્ચે મણિપુરમાં એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક મહિલાએ ક્વોરેન્ટાઇન સેન્ટરમાં નવજાત શિશુને જન્મ આપ્યો હતો અને તે પછી નવજાતનું નામ ઈમેન્યુઅલ ક્વારેન્ટિનો રાખવામાં આવ્યું છે.
ક્વોરેન્ટાઇન સેન્ટરમાં માતેએ બાળકને જન્મ આપ્યો, બાળકનુ નામ ઇમેન્યુઅલ ક્વારેન્ટિનો રાખવામાં આવ્યુ
મણિપુરમાં કંગપોકપી જિલ્લાના એક ક્વોરેન્ટાઇન સેન્ટરમાં એક માતાએ બાળકને જન્મ આપ્યો. જે પછી તેની માતાએ નવજાતનું નામ ઇમેન્યુઅલ ક્વારેન્ટિનો રાખ્યું છે. બાળકનો જન્મ 31 મેના રોજ સવારે 9.45 વાગ્યે ક્વોરેન્ટાઇન સેન્ટરમાં થયો હતો.
કંગપોકપી જિલ્લાના તબીબી અધિકારી ડો. મીસાઓએ જણાવ્યું હતું કે, ક્વોરેન્ટિનોના માતા-પિતા રજા વિતાવીને પછી ગોવામાંથી પરત ફર્યા હતા, ત્યારબાદ તેમને ક્વોરેન્ટાઇન સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા. ત્યાં મહિલાએ બાળકને જન્મ આપ્યો છે.