મણિપુર: કોરોનો વાયરસને કારણે મણિપુરે મ્યાનમાર સાથેની તેની સરહદ અનિશ્ચિત સમય માટે બંધ કરી દીધી છે. તેમજ પડોશી રાજ્ય મિઝોરમે પણ સોમવારે મ્યાનમાર અને બાંગ્લાદેશથી સાથે લાગેલી સીમાઓને સીલ કરી દીધી છે. તેમજ વિદેશીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
કોરોના ઇફેક્ટઃ મણિપુરે મ્યાનમાર સરહદ પર લગાવ્યો પ્રતિબંધ, ભૂટાને પણ સીમા પર રોક લગાવી
કોરોના વાયરસને કારણે મણીપુરે મ્યાનમાર સાથેની તેની સરહદ અનિશ્ચિત સમય માટે બંધ કરી દીધી છે. જે આગામી આદેશ સુધી બંધ રહેશે.
મણીપુર
વિશેષ સચિવ (ગૃહ) એચ.જ્ઞાન પ્રકાશ દ્વારા સત્તાવાર આદેશમાં સોમવારે જણાવવામાં આવ્યું હતું કે, મણિપુર સેક્ટરમાં ભારત-મ્યાનમારની સીમા આગામી આદેશ સુધી બંધ રહેશે. સીક્કિમ અને અરૂણાચલ પ્રદેશના વિદેશીઓની યાત્રા પર થોડા દિવસ માટે આ પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે.
ભૂટાને પણ વિદેશી યાત્રીઓ માટે તેની સીમા બે સપ્તાહ માટે બંધ કરી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી 52 લોકો સંક્રમિત થયાની પુષ્ટિ થઈ છે.