ઇમ્ફાલ: મણિપુરની એક અદાલતે એક મહિલા પોલીસ અધિકારીને મુખ્યપ્રધાન એન બિરેન સિંહ વિરુદ્ધ 'પાયાવિહોણા અને માનહાનિ ભર્યા ' નિવેદન ન આપવા નિર્દેશ આપ્યો છે. અધિકારીએ મુખ્યપ્રધાન પર આરોપ મૂક્યો હતો કે તેઓ આરોપી ડ્રગ વેપારીને છોડી દેવા માટે દબાણ કરી રહ્યા છે.
બુધવારે તેમના આદેશમાં સિવિલ ન્યાયાધીશ વાય સમરજિતસિંહે મણિપુર પોલીસ સેવા અધિકારી થૌનાઓઝામ વૃંદા અને કેટલાક અખબારો સહિત 10 અન્ય આરોપીઓને મૌખિક રીતે માનહાનિના નિવેદનો આપવા, અહેવાલ આપવા અથવા પ્રકાશિત નહીં કરવાનો નિર્દેશ આપ્યો છે.