ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોરોના દર્દીની મદદ કરનાર રિક્ષા ડ્રાઇવર લિબ્બીનું સન્માન

કોવિડ-19 સામે આખો દેશ એકતાપૂર્વક લડી રહ્યો છે, ત્યારે આ મુશ્કેલ સમયમાં દરેક વ્યક્તિ પોતપોતાની રીતે સહકાર આપી રહ્યાં છે. આ જ ક્રમમાં મણિપુરના મુખ્ય પ્રધાન એન બિરેન સિંહે એક મહિલા ઓટો ડ્રાઈવરનું સન્માન કર્યું છે, સરકારે આ મહિલાને 1,10,000ની રોકડ રકમ આપીને સન્માન કર્યું હતું.

laibi-oinam
કોરોના દર્દીની મદદ કરી તો રિક્ષા ડ્રાઇવર લિબ્બીનું સન્માન

By

Published : Jun 13, 2020, 7:26 PM IST

ઇમ્ફાલઃ કોવિડ-19 સામે આખો દેશ એકતાપૂર્વક લડી રહ્યો છે, ત્યારે આ મુશ્કેલ સમયમાં દરેક વ્યક્તિ પોતપોતાની રીતે સહકાર આપી રહ્યાં છે. આ જ ક્રમમાં મણિપુરના મુખ્ય પ્રધાન એન બિરેન સિંહે એક મહિલા ઓટો ડ્રાઈવરનું સન્માન કર્યું છે, સરકારે આ મહિલાને 1,10,000ની રોકડ રકમ આપીને સન્માન કર્યું હતું.

આ મહિલા ઓટો ડ્રાઈવરનું નામ લિબી ઓઈનમ છે. લિબ્બીના આ સાહસ માટે સરકારે પુરસ્કાર આપ્યો છે. લિબીએ એક કોરોના દર્દીને પોતાની રિક્ષામાં બેસાડી સેંકડો કિલોમીટર દૂર એના સ્ટેશન સુધી પહોંચાડ્યો હતો. ઇમ્ફાલની સરકારી જવાહરલાલ નહેરુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં સારવાર લઈ રહેલી એક મહિલા બીજા જિલ્લાની હતી. જેથી ત્યાંની એમ્બ્યુલન્સ સેવાએ તેને ઘરે લઈ જવાની ના પાડી દીધી હતી. જ્યારે લિબ્બીને આ વિશેની માહિતી મળી કે ત્યારે તેણે તરત જ મદદ કરી હતી.

તમને જણાવી દઈએ કે, લિબી ઓઇનમ મણિપુરની પ્રથમ મહિલા ઓટો ડ્રાઈવર છે, જેમણે 40 વર્ષની ઉંમરે ઓટો ચલાવી હતી. પતિને દુર્લભ ડાયાબિટીસ રોગને કારણે અવસાન થયાં બાદ પરિવારની જવાબદારી પર આવી ગઈ હતી. શરૂઆતમાં ઈંટના ભઠ્ઠામાં કામ કર્યું, પરંતુ એ પુરતું નહોતું. જેથી પ્રિપેઇડ ઓટો ખરીદી જાતે ઓટો ચલાવવાનું નક્કી કર્યું હતું.

આજે દરેક વ્યક્તિ લિબી પર માન છે. લિબીના જીવન પર આધારિત એક ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બનાવવામાં આવી છે. 'ઓટો ડ્રાઈવર' નામની આ ડોક્યુમેન્ટરી છે. જેને 2015માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં નોન-ફીચર કેટેગરીમાં શ્રેષ્ઠ સોશિયલ ઇશ્યુ ફિલ્મ સહિતના અનેક એવોર્ડ મળ્યો હતો. હાલ લિબી બે પુત્રની માતા છે અને પરિવાર માટે એકમાત્ર કમાણી કરનાર છે. લિબી દેશભરની મહિલાઓ માટે પ્રેરણારૂપ છે અને મહિલા સશક્તિકરણનું એક ઉદાહરણ છે.

ABOUT THE AUTHOR

...view details