ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મણિપુરમાં સેના પર ઉગ્રવાદીઓનો હુમલો, 3 જવાનો શહીદ, 6 ઈજાગ્રસ્ત - મણિપુરમાં જવાન શહીદ

મણિપુરમાં સેનાના જવાનો પર હુમલો થયો છે. આ હુમલામાં સેનાના ત્રણ જવાન શહીદ થયા હતા, જ્યારે 6 જવાનો ઘાયલ થયા હતા.

સેના
સેના

By

Published : Jul 30, 2020, 1:38 PM IST

Updated : Jul 30, 2020, 1:53 PM IST

મણિપુર: મણિપુરમાં સેનાના જવાનો પર હુમલો થયો છે. આ હુમલામાં સેનાના ત્રણ જવાન શહીદ થયા હતા, જ્યારે 6 જવાનો ઘાયલ થયા હતા.

મણિપુરમાં સેનાના જવાનો પર હુમલો થયો છે. આ હુમલામાં સેનાના ત્રણ જવાન શહીદ થયા હતા, જ્યારે 6 જવાનો ઘાયલ થયા હતા. બુધવારે રાત્રે લગભગ 1.15 વાગ્યે રાજધાની ઈમ્ફાલથી લગભગ 95 કિમી દૂર ચાંદેલ જિલ્લામાં આ ઘટના બની હતી. આ એક ડુંગરાળ વિસ્તાર છે.

ભારત-મ્યાનમાર બોર્ડર પર આતંકવાદી જૂથો વિરુદ્ધની કાર્યવાહી દરમિયાન 4 આસામ રાઇફલ્સના ત્રણ જવાન શહીદ થયા હતા.ઉગ્રવાદીઓએ સૈનિકો પર હુમલો કર્યો, આ હુમલામાં 6 જવાનો ઘાયલ થયા છે, જેમને ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાની સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર મણિપુરમાં સ્થાનિક ઉગ્રવાદી જૂથ પીપલ્સ લિબરેશન આર્મીએ આ હુમલો કર્યો છે. ઉગ્રવાદીઓની શોધમાં સેના દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ સાથે ભારત-મ્યાનમાર બોર્ડર પર પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે.

ગયા વર્ષે નવેમ્બરમાં, આતંકીઓએ ચાંદેલ જિલ્લામાં જ આસામ રાઇફલ્સ કેમ્પ પર હુમલો કર્યો હતો. ઉગ્રવાદીઓએ લશ્કરી છાવણીમાં બોમ્બ ફેંક્યા હતા. આ પછી બંને તરફથી ગોળીબાર કરવામાં આવી હતી. જો કે આ હુમલામાં સૈન્યના કોઈ જવાન શહીદ થયા ન હતા.

Last Updated : Jul 30, 2020, 1:53 PM IST

ABOUT THE AUTHOR

...view details