બેંગલુરૂ: કર્ણાટકના DGP કાર્યાલયની ઓફિસમાં એયરપોર્ટ પર શંકાસ્પદ બેગ મુદ્દે એક ઇસમે શરણાગતી કરી હતી. જેના પગલે તેની ધરપકડ કરવામાં આવી છે. સંબંધિત માહિતી પોલીસે આજ રોજ આપી હતી. પોલીસ અધિકારીના જણાવ્યાં અનુસાર, સોમવારે મેંગલુરૂ આંતરરાષ્ટ્રીય એયરપોર્ટ પર શંકાસ્પદ બેગ મળી હતી. જેમાં બોમ્બ હોવાનું માલુમ પડ્યું હતું, ત્યારબાદ આ બોમ્બને ડિસપોઝલ કરાયો હતો, ત્યારબાદ શંકાસ્પદ વ્યક્તિ આજે કચેરીમાં શરણાગતી સ્વીકારતા તેની ધરપકડ કરવામાં આવી છે.
મેંગ્લુરૂ એરપોર્ટ પર બોમ્બ મુકવાની ઘટના, આરોપીની શરણાગતી - કર્ણાટક ન્યુઝ
કર્ણાટકના મેગલુરૂ એયરપોર્ટ પર શંકાસ્પદ બેગ મળી આવી હતી. જેના આરોપીએ શરણાગતી સ્વીકારતા તમામની ધરપકડ કરવામાં આવી છે.
મેગ્લુરૂ એયરપોર્ટ પર બોમ્બ મુકવાની ઘટના : આરોપીની શરણાગતી
અધિકારીએ જણાવ્યું કે, ઇસમને હોસ્પિટલ ખાતે ચેક અપ માટે લઇ જવાશે, ત્યારબાદ તેની અટકાયત કરીને કોર્ટમાં રજૂ કરાશે. સોમવારે બોમ્બ સ્કવોડસ, ડોગ સ્કોવોડે ઓપરેશન હાથ ધર્યુ હતું. જેમાં શંકાસ્પદ બેગ મળી આવી હતી.