ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હું નવા સાંસદોને સંસદ ભવન સાઇકલ પર આવવા અપિલ કરીશ: માંડવિયા - Gujarat

નવી દિલ્હી: સંસદમાં સાઇકલ પર આવનાર કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ કહ્યું કે તેઓ સંસદના અન્ય સભ્યોને સાઇકલ પર આવવા માટે પ્રોત્સાહિત કરશે. માંડવિયા છેલ્લા માસમાં રાષ્ટ્રપતિ ભવનમાં પ્રધાન પદની શપથ લેવા માટે સાઇકલ પર પહોંચ્યા હતા.

ફાઇલ ફોટો

By

Published : Jun 19, 2019, 9:15 AM IST

ગુજરાતથી રાજ્યસભા સાસંદ માંડવિયાએ કહ્યું કે અમારી પાસે સાસંદમાં એક ક્લાઇમેટ ક્લબ છે. એક સમય હતો જ્યારે 8થી 10 સાસંદ સાઇકલ પર આવતા હતા અને હવે તે સંખ્યામાં વધારો થયો છે જે વધીને 46 સુધી પહોંચી ગયો છે. હવે મારે અન્ય નવા સભ્યોને આ સાથે જોડવા છે.

સંસદમાં સાઇકલથી આવવાની શરૂઆત કરવા વિશે વાત કરતા રહ્યું કે જ્યારે તેઓ રાજ્યસભાના સભ્ય હતા, ત્યારે તેમને સમવર્ણ જંયતી સદનમાં એક ફલેટ આપવામાં આવ્યું હતું. ત્યારે તેમને સંસદમાં જવા માટે વાહનની રાહ જોવી પડતી હતી. તેથી માને વિચાર આવ્યો કે હું સાઇકલથી જ જઇશ.જેથી પ્રદુષણ મુક્ત, પર્યાવરણ થાય. મે સાઇકલ ચલાવાનું શરૂ કર્યું અને સંસદના સેન્ટ્રલ હોલના પૂર્વ પ્રધાન અનિલ માધવ દવે સાથે આ વિશે ચર્ચા કરી.

તેમણે વધુમાં જણાવતા કહ્યું કે આ બાદ સંસદમાં સાંસદો માટે ક્લાઇમેટ ક્લબ બનાવામાં આવ્યો. જે બાદ દવેએ પણ સાઇક ચલાવાનું શરૂ કર્યું. આ બાદ અર્જુન રામ મેધવાલ, કે. ટી.તુલસી, ડૉ. વિકાસ મહાત્મે તથા અન્ય સભ્યો પણ ક્લબ સાથે જોડાયા હતા.

ABOUT THE AUTHOR

...view details