નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે નીચલી અદાલતોને આદેશ આપ્યો છે કે, દુષ્કર્મ અને પોક્સોના કેસોમાં આરોપીની જામીન અરજીની સુનાવણી કરતી વખતે પીડિત અથવા ફરિયાદીને નોટિસ જરૂર મોકલે. જસ્ટિસ પ્રતિભા સિંહની ખંડપીઠે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી બાદ દિલ્હીના તમામ જિલ્લા ન્યાયાધીશોને આ આદેશ જારી કર્યો હતો.
દુષ્કર્મના આરોપીઓની જામીનની સુનાવણી દરમિયાન ફરિયાદીને નોટિસ મોકલવી ફરજિયાત
દિલ્હી હાઈકોર્ટે નીચલી અદાલતોને આદેશ આપ્યો છે કે, દુષ્કર્મ અને પોક્સોના કેસોમાં આરોપીની જામીન અરજીની સુનાવણી કરતી વખતે પીડિત અથવા ફરિયાદીને નોટિસ જરૂર મોકલે.
hc
હાઈકોર્ટનો આ આદેશ સગીર દુષ્કર્મ પીડિતાની અરજી પર કરવામાં આવ્યો છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, દુષ્કર્મ અને પોક્સો કેસમાં આરોપીની જામીન અરજીની સુનાવણી કરતી વખતે ફરિયાદી અથવા પીડિતાને નોટિસ આપવામાં આવી ન હતી.
અરજદાર વતી વકીલ તારા નરુલાએ સેશન્સ કોર્ટના એ નિર્ણયને પડકાર્યો જેમાં દુષ્કર્મના એક આરોપીને એક મહિનાના વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા. સેશન્સ કોર્ટે આ કેસમાં ફરિયાદી અથવા પીડિતને કોઈ નોટિસ મોકલી ન હતી.