મનાલી : ચીન સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે ગુરુવારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ હિમાચલના સૌથી લાંબા-360 મીટર લાંબા દારચા બ્રિજ (સ્ટીલ બ્રિજ) નું ઉદ્ઘાટન કરશે. સંરક્ષણ પ્રધાન આ સમયગાળા દરમિયાન દેશભરમાં 43 પુલ અને એક ટર્નલ માટે શિલાન્યાસ પણ કરશે.મુખ્યપ્રધાન જયરામ ઠાકુર આજે અને આવતીકાલે મનાલીમાં જ રહેશે.
રક્ષાપ્રધાન રાજનાથ સિંહ ગુરુવારે મનાલી-લેહ રોડ પર દારચા ખાતે રાજ્યના સૌથી લાંબા 360 મીટર સ્ટીલના પુલનું ઉદ્ધાટન કરશે. આ પુલ ઉત્તર ભારતમાં બીજો અને હિમાચલનો પહેલો લાંબો સ્ટીલ ટ્રસ્ટ બ્રિજ છે.રાજનાથ સિંહ મનાલીની પાસે આવેલા પલચાન બ્રિજનું ઉદ્ધાટન પણ કરશે. 38 BRTF કમાન્ડર ઉમા શંકરે જણાવ્યું હતું કે, સ્ટીલ બ્રિજ પરથી હવે સેનાના વાહનો મનાલી-લાહૌલ-લેહ-લદ્દાખ વચ્ચે કોઈ પણ અડચણ વિના લાવી શકાશે. પ્રધાન ડો.રામલાલ મારકંડાએ કહ્યું કે, આનાથી માત્ર સેના જ નહીં પરંતુ સ્થાનિક લોકો અને પર્યટકોને પણ લાભ થશે.