ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કેરળ: માથા પર ફણસ પડવાથી ઈજાગ્રસ્ત વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો - કોરોના ચેપગ્રસ્ત

કેરળના કસારગોડ જિલ્લાના કોડોમ બેલુરમાં એક વ્યક્તિના માથા પર ફણસ પડ્યું હતું. જેમાં તેને કરોડરજ્જુમાં ઈજા થઈ હતી. હોસ્પિટલમાં તેની તપાસ કરવામાં આવતા તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

માથા પર પડ્યું ફણસ
માથા પર પડ્યું ફણસ

By

Published : May 25, 2020, 2:17 PM IST

કેરળ: કસારગોડ જિલ્લાના કોડમ બેલુરથી એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો હતો. ફણસ એક વ્યક્તિના માથા પર પડ્યું હતું. જેના કારણે તેની કરોડરજ્જુમાં ઈજા પહોંચી હતી. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

હોસ્પિટલમાં તેની સર્જરી કરાવવાની હોવાથી ડૉકટરે તેનો કોરોના રિપોર્ટ કર્યો હતો. જેમાં તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ડૉકટરના જણાવ્યા અનુસાર આ વ્યક્તિ કાસારગોડ જિલ્લાનો હોવાથી તેની સર્જરી કરતા પહેલાં તેના કોરોનાના રિપોર્ટ કરવાનું નક્કી કર્યું હતું. જો કે, આ વ્યક્તિમાં કોરોનાનાં કોઈ લક્ષણો જણાયા ન હતા.

ઉલલેખનીય છે કે, હાલ આરોગ્ય વિભાગ આ વ્યક્તિ કોઈ કોરોના ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવ્યો છે, કે કેમ તે અંગે તપાસ શરૂ કરી છે. તેમજ તેના સંપર્કમાં આવેલા લોકોને પણ ક્વોરેન્ટાઈન કરવાની તજવીજ હાથ ઘરી છે.

ABOUT THE AUTHOR

...view details