ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાંચીમાં પ્રેમિકાને મળવા ગયેલા યુવકની હત્યા - રાંચી ન્યુઝ

રાંચીના ઓરામાંઝી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રેમિકાને મળવા ગયેલા મનોજ નામના યુવકની ગામલોકોએ નિર્દયતા પૂર્વક હત્યા કરી હતી. હાલ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

રાંચીમાં પ્રેમિકાને મળવા ગયેલા યુવકની હત્યા
murder

By

Published : Mar 27, 2020, 4:26 PM IST

રાંચી: ઓરામાંઝી પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકડાઉન દરમિયાન તેની પ્રેમિકાને મળવા ગયેલા યુવકની નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે.

શું છે સમગ્ર મામલો

ઓરામાંઝી પોલીસ સ્ટેશન વિસ્તારના કુચીમાં મહુઆ ટોલી ખાતે પ્રેમિકાને મળવા ગયેલા મનોજ નામના યુવકને ગામલોકોએ ગળું કાપી હત્યા કરી હતી. એક મહિના પહેલા પણ ગામલોકોએ મનોજને ગામમાં ન આવવાની ચેતવણી આપી હતી. છેલ્લી વાર તેને એક દિવસ એક ઝાડ સાથે બાંધી રાખ્યો હતો અને ત્યારબાદ છોડી દીધો હતો.આ દરમિયાન લોકડાઉનનો લાભ લઈ મનોજ તેની પ્રેમિકાને મળવા ગામ પહોંચ્યો હતો. જ્યાં ગામ લોકોએ તેને પકડી લીધો હતો અને મોડી રાત્રે તેની હત્યા કરી હતી.

મનોજનો મૃતદેહ તેની પ્રેમિકાની ગામની નજીકના ખેતરોમાં મળી આવ્યો હતો. કેટલાક ગ્રામજનોની બાતમી પર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહની ઓળખ કરી હતી, તો તે મનોજ હોવાનું બહાર આવ્યું હતું.

હાલમાં પોલીસ ગામલોકોની પૂછપરછ કરી રહી છે કે મનોજે કોણે માર્યો છે. પોલીસ મનોજની પ્રેમિકામી પણ ધરપકડ કરી તેની પૂછપરછ કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details