લોસ એન્જલિસ: અમેરિકાના લોસ એન્જલિસમાંથી 26/11 મુંબઈ આંતકી હુમલાના આરોપી પાકિસ્તાનના આતંકવાદી તહવ્વુર રાણાની ધરપકડ કરાઈ છે.
મુંબઈ 26/11 હુમલાના ષડ્યંત્રનો આરોપી તહવ્વુર રાણાની ફરીવાર ધરપકડ કરાઈ
અમેરિકાના લોસ એન્જલિસમાંથી 26/11 મુંબઈ આંતકી હુમલાના આરોપી પાકિસ્તાનના આતંકવાદી તહવ્વુર રાણાની ધરપકડ કરવામાં આવી છે. જેને મુંબઈમાં હુમલા મામલે દોષી જાહેર કરાયો હતો.
યુ.એસ.ના વકીલે જણાવ્યું કે, શિકાગોના ઉદ્યોગપતિ તહવ્વુર રાણાને આતંકવાદી જૂથને મદદ કરવાના ગુનામાં 10 વર્ષ જેલની સજા ભોગવી છે. તહવ્વુર રાણા પર 2008માં થયેલા મુંબઈ આતંકી હુમલાના આરોપો સાબિત થતાં તેની ધરપકડ કરાઈ હતી.
નોંધનીય છે કે, મૂળ પાકિસ્તાની અને કેનેડિયન નાગરિકતા ધરાવતા તહવ્વુર રાણાને મુંબઈ હુમલામાં દોષી ઠેરવવામાં આવ્યો હતો. અમેરિકન અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, તેને ડિસેમ્બર 2021માં છોડી મૂકવામાં આવશે. સૂત્રોનું માનીએ તો સજા પૂરી થયા પછી રાણાને ભારત મોકલવાની શક્યતા છે. આ દરમિયાન જરૂરી કાર્યવાહી અને જટિલ પ્રક્રિયા પૂરી કરવી એ ભારત માટે મોટો પડકાર છે.