ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીમાં એક ઈસમે ચોરીની શંકાએ યુવકને ઢોર માર માર્યો, યુવકનું ઘટનાસ્થળે જ મોત - સાઉથ ઈસ્ટ દિલ્હી

દિલ્હીના હઝરત નિઝામુદ્દીન વિસ્તારમાં હત્યાના બનાવના આરોપીને પોલીસે પકડી પાડ્યો છે. આરોપીએ પોલીસને જણાવ્યું કે, ચોરીની શંકાએ તેણે ગૌતમને ઈ-રિક્ષાથી બાંધી લોખંડના સળીયાથી ઢોર માર માર્યો હતો જેમા તેનું મોત નિપજ્યું હતું.

accused arrested
દિલ્હીમાં ચોરીની શંકાએ ઢોર માર મારતા યુવકનું મોત

By

Published : Jun 17, 2020, 10:36 AM IST

નવી દિલ્હીઃ સાઉથ ઈસ્ટ દિલ્હીમાં હઝરત નિઝામુદ્દીન પોલીસ સ્ટેશનની પોલીસની ટીમે સરાય કાલે ખાન વિસ્તારમાં મંગળવારે થયેલી હત્યાનો ભેદ થોડી કલાકોમાં ઉકેલી કાઢ્યો છે અને આરોપીને દબોચી લીધો છે. પકડાયેલા આરોપીનું નામ મેહતાબ છે. આરોપી આ વિસ્તારમાં ઈ-રીક્ષાની બેટરી ચાર્જ કરવાનું કામ કરે છે. પોલીસે હત્યામાં વપરાયેલો લોખંડનો સળીયો અને પ્લાસ્ટીકનો પાઈપ કબ્જે કર્યો છે.

સાઉથ ઈસ્ટના DCP આર.પી મીણાના જણાવ્યા અનુસાર મંગળવારે ખાનના ડીડીએ પાર્કમાં સ્થિત બાબા ભુરે શાહ દરગાહ પાસે પોલીસને અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. આ વ્યક્તિની હત્યા થઈ હોવાનું બહાર આવતા મૃતકની ઓળખ ગૌતમ તરીકે થઈ હતી.

પોલીસે આ હત્યાના બનાવ અંગે તપાસ હાથ ધરતા આ હત્યાનો આરોપી મેહતાબ હોવાનું સામે આવ્યું હતું. મેહતાબે પોલીસને જણાવ્યું હતું કે, સોમવારે મોડી રાત્રે ગૌતમ વિસ્તારમાં ફરી રહ્યો હતો. તેને જોઈને લાગ્યું કે તે ઈ-રીક્ષાની બેટરી ચોરી કરવા આવ્યો છે. આરોપીએ શંકાના આધારે મૃતકને દોરડા વડે ઈ-રીક્ષાથી બાંધી લોખંડના સળીયાથી ઢોર માર માર્યો હતો. ઢોર મારથી ગૌતમ લોહીથી લથપથ થઈ ગયો હતો અને આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો. ત્યારબાદ થોડીવારમાં જ ઘટના સ્થળ પર જ ગૌતમનું મોત થયું હતું.

ABOUT THE AUTHOR

...view details