કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ પીએમ મોદીને પત્ર લખીને કહ્યું છે કે, ગૃહપ્રધાન રાજ્ય સરકાર સાથે ચર્ચા કર્યા વગર બીએસએફ અને એસએસબી જેવા કેન્દ્રીય બળોની ટીમ રાજ્યમાં મોકલી છે.
મમતા બેનર્જીએ પીએમ મોદીને પત્ર લખ્યો, ગૃહ મંત્રાલયના નિર્ણય સામે ઉઠાવ્યો વાંધો - મમતા બેનર્જીએ પીએમ મોદીને પત્ર લખ્યો
પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ પીએમ મોદીને પત્ર લખીને કહ્યું છે કે, ગૃહપ્રધાન રાજ્ય સરકાર સાથે ચર્ચા કર્યા વગર બીએસએફ અને એસએસબી જેવા કેન્દ્રીય બળોની ટીમ રાજ્યમાં મોકલી છે.
![મમતા બેનર્જીએ પીએમ મોદીને પત્ર લખ્યો, ગૃહ મંત્રાલયના નિર્ણય સામે ઉઠાવ્યો વાંધો mamta writes letter to pm modi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6872343-984-6872343-1587393568919.jpg)
મમતા બેનર્જીએ પીએમ મોદીને પત્ર લખ્યો
મમતા બેનર્જીએ પત્રમાં લખ્યું છે કે, 'ગૃહપ્રધાને મારા રાજ્યમાં કેન્દ્રીય બળોની ટીમ આવે છે, તેના માટે બપોરે 1 વાગ્યે ફોન કર્યો હતો. પરંતુ આ ટીમ બહુ પહેલાથી સવારે 10:10 કોલકાતા આવી ગઈ હતી.'
મમતાએ પત્રમાં લખ્યું છે કે, 'કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને કોઈ પણ જાણ કરી ન્હોતી. રાજ્ય સરકારની કોઈ પણ મદદ લીધા વગર ટીમને રાજ્યમાં મોકલવામાં આવી છે.'