પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ વડાપ્રધાન દ્વારા આયોજીત સર્વદળીય બેઠકમાં આવવાનો નનૈયો ભણ્યો છે. નોંધનીય છે કે વડાપ્રધાન મોદી એક દેશ એક ચૂંટણી સંદર્ભે સર્વદળીય બેઠક બોલાવી છે. દીદીએ કેન્દ્રીયપ્રધાન પ્રહ્લાદ જોશીને પત્ર લખી સૂચના આપી છે કે વડાપ્રધાન દ્વારા બોલાવાયેલી બેઠકમાં તેઓ હાજર નહી રહી શકે.
સર્વદળીયની બેઠકમાં નહીં આવે 'દીદી', વડાપ્રધાને આપ્યું હતું આમંત્રણ
ન્યુઝ ડેસ્ક/નવી દિલ્હીઃ મોદીના શપથ ગ્રહણ કાર્યક્રમથી નીતિ આયોગની બેઠકમાં શામેલ ન થનાર 'દીદી'નો ભાજપ માટે કડક વલણ અપનાવ્યું છે. હવે મમતાએ વડાપ્રધાન દ્વારા યોજવામાં આવેલ 19 જૂનની સર્વદળીય બેઠકમાં આવવાની ના પાડી દીધી છે. મમતાના આ વલણથી ભાજપ નેતાઓની અલગ-અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.
hd
મમતાએ પત્રમાં લખ્યું છે કે, કેન્દ્ર ઉતાવળે નિર્ણય લેવાની બદલે એક દેશ એક ચૂંટણી માટે શ્વેત પત્ર તૈયાર કરે. વડાપ્રધાને આ સર્વદળીય બેઠકમાં તમામ રાજકીય પક્ષોના પ્રમુખોને આમંત્રણ આપ્યું છે. એવા પક્ષો જેમની પાસે લોકસભા અને રાજ્યસભામાં ઓછામાં ઓછા એક-એક સદસ્ય હોય, તેવા તમામ રાજકીય પક્ષોના પ્રમુખોને વડાપ્રધાને આ બેઠક માટે આમંત્રણ પાઠવ્યું છે.