શહેરની મધ્યમાં આવેલા ઈન્દિરા ગાંધી સરણી માર્ગ પર બી.આર.આંબેડકરની પ્રતિમાને માળા પહેરાવ્યા બાદ સંકલ્પ લેતા કહ્યું કે, કોઈને પણ બંગાળ છોડવું પડશે નહીં, તમામ ધર્મના લોકો શાંતિ અને સૌહાર્દ બનાવી રાખો.
મમતાનો હઠાગ્રહ : NRC-CAAને મંજૂરી નહીં આપું - protest in west bengal
કલકત્તા: પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ સોમવારે લોકોને આશ્વાસન આપ્યું કે, તેઓ રાજ્યમાં નાગરિકતા કાનૂન લાગુ થવા દેશે નહીં. હાલમાં તેઓ આ વિવાદીત કાયદા વિરૂદ્ધ મોટી રેલીનું આયોજન કરી રહ્યા છે.

NRC-CAAને મંજૂરી નહીં આપું
રેલીની શરૂઆતમાં સંકલ્પ લેતા કહ્યું કે, અમે બધા નાગરિક છીએ. આપણો આદર્શ તમામને ધર્મમાં સૌહાર્દ છે. અમે કોઈને પણ બંગાળ છોડવા નહીં દઈએ. અમે શાંતિ સાથે ચિંતા મુક્ત થઈ રહીશું. અમે બંગાળમાં એનઆરસી અને સીએએ લાગુ થવા નહીં દઈએ. આપણે શાંતિ જાળવવાની છે.
Last Updated : Dec 16, 2019, 6:23 PM IST