કલકત્તાઃ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાને બુધવારે દાવો કર્યો કે, જ્યારે સમગ્ર દેશમાં બેરોજગારીનો દર 24 ટકા છે, ત્યારે પશ્ચિમ બંગાળમાં બેરોજગારીના દરમાં 40 ટકાનો ઘટાડો થયો છે.
બેનર્જીએ આંતરરાષ્ટ્રીય યુવા દિવસે કહ્યું કે,રાજ્યમાં એક લાખ બેરોજગાર યુવાનોને 'કર્મ સાથી પ્રોજેક્ટ' અંતર્ગત આત્મનિર્ભર બનાવવા માટે સબસિડી અને બજારમાંથી ઓછા દરે લોન આપવામાં આવશે.
તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, આજે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ છે. પશ્ચિમ બંગાળ સરકાર યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટે પ્રતિબદ્ધ છે. બંગાળ સરકારે 'કર્મ સાથી પ્રોજેક્ટ' નામની નવી યોજના શરૂ કરી છે. એક લાખ યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટે બજારમાંથી ઓછા દરે લોન અને સબસિડી આપવામાં આવશે.