ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સોનભદ્ર ઘટના: મમતાએ ભાજપ પર સાધ્યું નિશાન - Etv Bharat

કોલકાતા: તૃણમૂલ કોંગ્રેસ પ્રમુખ મમતા બેનર્જીએ ભાજપની નિંદા કરી છે. તેઓએ કહ્યું કે, ઉત્તર પ્રદેશ સરકારે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાને કાનૂન વ્યવસ્થાનો હવાલો આપતા સોનભદ્ર જવા માટેની અનુમતિ આપી નહીં, પરંતુ ભગવા પાર્ટીના પ્રતિનિધિમંડળે પશ્વિમ બંગાળના ભાટપારા ક્ષેત્રનો પ્રવાસ તે સમયે કર્યો હતો જ્યારે ત્યાં નિષેધાજ્ઞા લાગુ કરાઈ હતી.

મમતા બેનર્જી

By

Published : Jul 21, 2019, 11:53 AM IST

જણાવી દઈએ કે, આ સપ્તાહે જમીન વિવાદને લઈને સોનભદ્રમાં 10 લોકોની હત્યા કરવામાં આવી હતી. જેમાં પ્રિયંકા ગાંધીની શુક્રવારના રોજ ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાંથી ધરપકડ કરવામાં આવી હતી તેમજ તેઓને સોનભદ્ર જવાથી રોક્યા હતા. સોનભદ્ર જિલ્લામાં CRPCની ધારા 144 ને લાગૂ કરાઈ હતી.

બેનર્જીએ કહ્યું કે, હું આ ઘટનાની (પ્રિયંકા ગાંધીની ધરપકડ કરવા પર) નિંદા કરું છું. જે પણ થયું એ ખોટું છે. દલિતો પર અત્યાચાર થવાની ઘટના થઈ છે અને જો કોઈ તેની વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યું છે તેઓને તે કરવાની અનુમતિ આપવી જોઈએ.

તેઓએ કહ્યું કે, ભાજપના 3 સભ્યોને પ્રતિનિધિમંડળની CRPCની ધારા 144 લાગુ કરી હોવા છતાં તેમને ભાટપારા જવા દીધા હતા. પરંતુ પાર્ટીએ પ્રશાસનની સલાહ પર કોઈ ધ્યાન આપ્યું નહિં અને કાનૂનનું ઉલ્લંઘન કરતા 50 વાહનો સાથે ગયા હતા.

બેનર્જીએ કહ્યું કે, પ્રિયંકા ત્યા તેમના 4 લોકોને લઈને ગઈ હતી અને મને લાગે છે કે, 3 અથવા 4 લોકોને હંમેશા અનુમતિ આપવી જોઈએ. અમે ભાટનારામાં એવું જ કર્યું હતું. અમે લોકોને રોકતા નથી પરંતુ તેઓ (ભાજપ) આવું કરે છે અને પછિ અમારા વિરૂદ્ધ અસત્ય ફેલાવે છે.

ત્યારબાદ બેનર્જીએ સોનભદ્ર ઘટનાના પીડિયો પાસે નહીં જવા માટે ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથ પર નિશાન સાધ્યું હતું. તેઓએ કહ્યું કે, મે સાંભળ્યું છે કે, આદિત્યનાથ સોનભદ્ર (રવિવારના રોજ) જઈ રહ્યા છે. મને લાગે છે કે, તેઓને જલ્દીથી ત્યા જવું જોઈએ. સૌનભદ્રમાં જે થયું તે યોગ્ય નથી.

ABOUT THE AUTHOR

...view details