પશ્ચિમ બંગાળઃ મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ અમિતાભ બચ્ચનને કોરોના ચેપથી જલ્દીથી જ સ્વસ્થ થાય તેવી શુભેચ્છા પાઠવી છે. તેમણે ટ્વીટ કર્યુ હતું કે, "અમિતાભ જી કોરોના પોઝિટિવ હોવાના સમાચાર સાંભળી ખૂબ દુઃખ થયું. હું પ્રાર્થના કરું છું કે, અમિતજી જલ્દીથી સ્વસ્થ્ય થાય"
પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીએ અમિતાભ બચ્ચનના જલદી સ્વસ્થ્ય થવાની કામના કરી - Amitabh Bachchan Corona positive
ફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચન કોરોના પોઝિટિવ હોવાની જાણ થતાં પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ ટ્વીટ કરી તેમના સ્વસ્થ્ય જીવનની પ્રાર્થના કરી હતી.
અમિતાભ બચ્ચને શનિવારે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, હું કોરોના પોઝિટિવ છું. એટલે મને નાણાવટી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પરિવાર અને સ્ટાફનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. જેમના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. છેલ્લા 10 દિવસમાં ઘણા લોકો મારા સંપર્કમાં આવ્યાં છે. તે તમામ હું વિનંતી કરું છું કે, તેઓ પોતાની તપાસ કરાવી લે."
ઉલ્લેખનીય છે કે, અભિનેતાનું ઘર જે વિસ્તારમાં સ્થિત છે, કોરોનાથી પ્રભાવિત વિસ્તારોમાનો એક છે. આ વિસ્તારમાં 53000 લોકો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યાં છે. જેમાંથી 3614 લોકો સાજા થયા છે. જ્યારે હાલ, 1145 કેસ એક્ટિવ છે.