હૈદરાબાદ: ઈટીવી ભારત સાથે વાતચીત કરતાં રેલવે રેલવે રાજ્ય પ્રધાન સુરેશ અંગાડીએ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી પર નિશાન સાધતાં કહ્યું હતું કે, મમતા બેનર્જી ભારતના નહીં, પરંતુ બાંગ્લાદેશના મજૂર ઇચ્છે છે.
ETV BHRAT સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું હતું કે, મમતા બેનર્જીએ આ મામલે રાજકારણ ન કરવું જોઈએ. જો તેમના રાજ્યના લોકો પશ્ચિમ બંગાળ પાછા ફરવા માંગતા હોય, તો તેઓએ તેમનું સ્વાગત કરવું જોઈએ અને મમતાએ તેમની ટ્રેનનું ભાડુ પણ ચૂકવવું જોઈએ.
તેમણે મમતા પર આક્ષેપ કર્યો હતો કે, તે ભારતના કામદારો નથી ઇચ્છતા, પરંતુ તે બાંગ્લાદેશના મજૂર ઇચ્છે છે. આ ખૂબ જ દુઃખદ બાબત છે. આગળ વતા કરતાં તેમણે કહ્યું કે, આગામી સમયમાં અમારે મજૂરો માટે કામ કરીને તેઓને તેમના ઘરે સલામત રીતે પહોંચાડવા પડશે.
નોંધનીય છે કે, પ્રધાન સુરેશ અંગડી આ અગાઉ પણ તેમના નિવેદનો માટે ચર્ચામાં રહ્યા છે. થોડા દિવસો પહેલા અર્થવ્યવસ્થામાં સુસ્તી હોવાના પ્રશ્ને તેમણે કહ્યું હતું કે, ટ્રેન અને એરપોર્ટ ભરાઈ ગયા છે, લગ્નો થઈ રહ્યા છે, તેનો અર્થ એ કે અર્થવ્યવસ્થા સારી ચાલી રહી છે.