ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલપી ઘોષ બોલ્યા- 'PM મોદીને પત્ર લખવા કરતાં મમતા ખર્ચના લેખા-જોખા આપે' - પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષ

પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું કે, મમતા બેનર્જી વડાપ્રધાનને પત્ર લખવા કરતા ધનરાશિ ખર્ચના લેખા જોખા આપે. કેન્દ્ર રાજ્યને પર્યાપ્ત ધનરાશિ આપે છે. તેમણે દાવો કર્યો કે, તૃણમુલ કોંગ્રેસ સરકાર દ્વારા ઉપયોગ ન કરવાને કારણે કેન્દ્રને રકમ પરત કરવામાં આવે છે.

Etv Bharat, Gujarati News, Mamta Benerjee, PM Modi, Dilip Ghosh
PM મોદીને પત્ર લખવા કરતાં મમતા ધનરાશિના ખર્ચના લેખા-જોખા આપે

By

Published : Feb 24, 2020, 8:44 AM IST

કોલકાતાઃ પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું કે, કેન્દ્ર દ્વારા ચૂકવેલું ભંડોળના લેખા-જોખા જમા કરવાથી બચવા માટે મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ દિલ્હીમાં સંબંધિત વિષય પર બેઠકમાં ભાગ લેવા કરતા પત્ર લખીને રાજ્યના ભાગની ધનરાશિને રજૂ કરવાની માગ કરી છે. ઘોષે કહ્યું હતું કે, કેન્દ્ર રાજ્યને પર્યાપ્ત ધનરાશિ આપે છે.

તેમણે દાવો કર્યો કે, તૃણમુલ કોંગ્રેસ સરકાર દ્વારા ઉપયોગ નહીં કરવાને લીધે કેન્દ્રને રકમ પરત કરવામાં આવે છે. સાંસદ ઘોષે કહ્યું કે, કેન્દ્ર રકમ આપવા તૈયાર છે, પરંતુ તેના દ્વારા આપવામાં આવેલી ધનરાશિ ખર્ચ કરવામાં આવતી નથી અને તેને પરત કરવામાં આવે છે. મળેલી રકમનો ખર્ચ કરો અને ત્યારબાદ ખર્ચના લેખા-જોખા માગો.

તેમણે બેનર્જી દ્વારા વડાપ્રધાન મોદીને લખેલા પત્ર વિશે જવાબ આપ્યાં હતા. ઘોષની આ ટિપ્પણી પર રાજ્યના પ્રધાન ફિરહાદ હકીમે કહ્યું કે, બેનર્જીની માગને લઇને કોલકાતા અને નવી દિલ્હીમાં પણ વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી. તેમણે કહ્યું કે, મુખ્યપ્રધાન નિશ્ચિતરુપે તે માગોને વારંવાર રજૂ કરશે જ્યારે તે વડાપ્રધાન સાથે ફરીથી મળશે.

ઘોષના આ દાવા પર બેનર્જીએ ધનરાશિના ખર્ચના લેખા જોખા રજૂ કરવાથી બચવા માટે પત્ર લખ્યો છે, હકીમે કહ્યું કે, સરકાર લેખિત કામ કરે છે, તે માટે તમામ વસ્તુઓ દસ્તાવેજમાં છે.

ABOUT THE AUTHOR

...view details