કેન્દ્ર સરકાર બંગાળના પ્રભાવિત ક્ષેત્રો માટે બેઠક કરવા માંગતા હતાં જેને માટે સરકારે બંગાળને એક પ્રસ્તાવ પણ મોકલ્યો હતો. જો કે, બંગાળ સરકારે કેન્દ્રને ના પાડી દીધી હતી અને કહ્યું હતું અત્યારે રાજ્યમાં અધિકારીઓ ચૂંટણીમાં વ્યસ્ત છે.
ફાની પર રાજકારણ ગરમાયું, મમતાએ મોદી સાથે બેઠક કરવાની ના પાડી દીધી - cyclone fani
ન્યૂઝ ડેસ્ક: કેન્દ્ર સરકારે પશ્ચિ બંગાળમાં થયેલા ફાની તૂફાનથી નુકશાનને કારણે સમીક્ષા બેઠકનો પ્રસ્તાવ રાખ્યો હતો. પણ રાજ્યના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ આ પ્રસ્તાવને ફગાવી દીધો હતો.વડાપ્રધાન મોદીએ આજે ઓડિશામાં પ્રભાવિત થયેલા વિસ્તારોમાં હાવઈ નિરીક્ષણ કરી મદદ માટે ફંડ પણ આપ્યું છે.
ians
આ અગાઉ પણ ફાની ચક્રવાતને લઈ PMO તરફથી મમતાને ફોન કર્યો હોવાનો દાવો કરવામાં આવે છે પણ મમતા સાથે વાત થઈ નહોતી. જ્યારે TMCનું કહેવું છે કે, આ અંગે કોઈ ફોન આવ્યો નથી.