ગૃહ મંત્રાલયે NPRની રૂપરેખા અંગે ચર્ચા કરવા આજે રાજ્યોની બેઠક બોલાવી છે. પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ આ બેઠકમાં ન જોડાવાનો નિર્ણય કર્યો છે.
પશ્ચિમ બંગાળ સહિત કેટલાક રાજ્યની સરકારોએ જાહેરાત કરી છે કે, તેઓ NPRના માળખા નક્કી કરવાની બેઠકોથી દૂર રહેશે. આ પાછળ હાલ NRC (રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર) કારણભૂત છે. કારણ કે વિરોધ પક્ષ સહિત દેશના ઘણા ખરા તર્જજ્ઞોના મતે NPR એ NRC લાગુ કરવાનો પ્રથમ તબક્કો છે. એટલે કે NRC અને NPR વચ્ચે સંબંધે છે.
નિર્દેશક અને સચિવ રહેશે હાજર
કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન નિત્યાનંદ રાયના પ્રમુખ પદે આ બેઠક યોજાશે. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા અને વસ્તી ગણતરી નિયામક અને તમામ રાજ્યોના મુખ્ય સચિવો હાજર રહેશે.
સામાન્ય નિવાસી ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે
ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે, 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર દરમિયાન ઘરોની ગણતરીના તબક્કા અને NPRની રૂપરેખા અંગે ચર્ચા કરવામાં આવશે. અધિકારીઓએ કહ્યું કે, NPRનો ઉદ્દેશ્ય દેશના દરેક સામાન્ય રહેવાસીનો એક વ્યાપક ઓળખ ડેટાબેસ બનાવવાનો છે. ડેટાબેઝમાં ડેમોગ્રાફિક તેમજ બાયોમેટ્રિક વિગતો હશે.