કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ તૃણમૂલ કોંગ્રેસની એક રેલીમાં કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે દેશભરમાં ભયના રાજને કારણે લોકો બોલી શકતા નથી.
મમતાના કેન્દ્ર પર પ્રહાર: કહ્યું, "દેશમાં ભયનું રાજ, લોકો પોતાની વાત કહેવામાં અસમર્થ" - તૃણમૂલ કોંગ્રેસ
મમતાએ કહ્યું- દેશભરમાં લોકો ભય રાજને કારણે બોલવામાં અસમર્થ છે. તેમણે કહ્યું કે બંગાળની જનતા રાજ્ય ચલાવશે નહીં કે બહારના લોકો.

મમતા
બંગાળના સ્થાનિક લોકો રાજ્ય ચલાવશે, બહારના લોકો નહીં. તેમણે કહ્યું- 'અહીં દરરોજ હિંસા થાય છે કેન્દ્ર સરકાર બંગાળ વિરુદ્ધ કાવતરું ઘડી રહી છે, પરંતુ ઉત્તરપ્રદેશનું શું છે, જ્યાં "જંગલ રાજ" છે.
મમતા બેનર્જીએ કહ્યું કે, 2021ની વિધાનસભાની ચૂંટણીમાં બંગાળની જનતા ભાજપને રાજ્યમાંથી સંપૂર્ણ રીતે કાઢી નાખશે, તૃણમૂલ કોંગ્રેસ ફરી એકવાર બંગાળમાં તેની સરકાર બનાવશે.