ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પશ્ચિમ બંગાળના રાજ્યપાલને પહેલીવાર મળવા પહોંચ્યા મમતા બેનર્જી, 8 મહીના પછી પહેલી બેઠક - પહેલી બેઠક

પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ સાથે રાજભવનમાં મુલાકાત કરી હતી.

પશ્ચિમ બંગાળના રાજ્યપાલને પહેલીવાર મળવા પહોચી મમતા બેનર્જી, 8 મહીના પછી પહેલી બેઠક
પશ્ચિમ બંગાળના રાજ્યપાલને પહેલીવાર મળવા પહોચી મમતા બેનર્જી, 8 મહીના પછી પહેલી બેઠક

By

Published : Feb 17, 2020, 5:27 PM IST

કોલકાત્તાઃ પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ સાથે રાજભવનમાં મુલાકાત કરવા રાજભવન પહોચ્યા હતા. બન્ને વચ્ચે આ બેઠકને લઇને મિલાપના સંકેત તરીકે માનવામાં આવી રહ્યો છે.

આ વિશે અધિકારીઓએ જણાવ્યું કે, ધનખડ છેલ્લા વર્ષના જૂલાઇમાં પશ્ચિમ બંગાળના રાજ્યપાલના રૂપે કાર્યભાર સંભાળ્યો હતો અને આટલા સમય બાદ પહેલીવાર મમતા બેનર્જીની રાજ્યપાલ સાથેની પહેલી બેઠક છે.

બેઠક થવાનું કારણ હાલ જાણવા મળ્યું નથી. મુખ્ય પ્રધાન બેનર્જી બપોરે 12 વાગ્યે રાજભવન પહોંચ્યા હતા.

મહત્વનું છે કે, ધનખડ અને રાજ્ય સરકાર વચ્ચે ઘણાબધા મુદ્દાઓને લઇને આમના-સામને આવી ચૂક્યા છે.

ABOUT THE AUTHOR

...view details