મમતા બેનર્જીએ કહ્યું કે, આવા લોકો ફેસબુક અને સાંપ્રદાયિક રમખાણોનો ઉપયોગ કરી ભાગલા કરવામાં માગે છે. મોદી સરકાર પર પ્રહારો કરતા કહ્યું કે, ભાજપના લોકો ત્યારે ક્યાં હતા, જ્યારે દેશ આઝાદી માટે લડી રહ્યો હતો.
CAA અને NRC પર UNની દેખરેખ હેઠળ જનમત સંગ્રહ કરાવો: મમતા - પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી
કોલકાત્તા: પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ તૃણમૂલ કોંગ્રેસની રેલીમાં કહ્યું હતું કે, આઝાદીના આટલા વર્ષો બાદ આપણે નાગરિકતા સાબિત કરવાની શું જરૂર છે ? મમતા બેનર્જીએ કહ્યું કે, નાગરિકતા સંશોધન કાયદો અને NRC પર જનમત સંગ્રહ કરાવવો જોઈએ અને તે પણ સંયુક્ત રાષ્ટ્રની દેખરેખ હેઠળ. અમે જોઈએ છીએ કોણ હારે છે અને કોણ જીતે છે. હારનારા રાજીનામું આપશે, તેવી પણ શરત રાખવામાં આવે.

IndiaAgainstCAA
આઝાદીના આટલા વર્ષો બાદ આપણે આપણી નાગરિકતા સાબિત કરવી પડે છે, આનાથી વધારે શરમની વાત બીજી કઈ હોઈ શકે. ભાજપને ફક્ત 32 ટકા મત મળ્યા છે, 68 ટકા નહીં.