નવી દિલ્હીઃ મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની જીત પરિણામ પહેલા જ જાહેર થઈ ગઈ છે. કારણ કે, અત્યાર સુધીમાં ‘આપ’ને 55થી વધુ બેઠકો પર જીત મેળવી છે. ભાજપની લોકપ્રિયતા કેજરીવાલની કાર્યક્ષમતા સામે નબળી સાબિત થઈ છે, ત્યારે કોંગ્રેસ મેદાનમાં આવતાં પહેલા જ આઉટ થઈ ગયું છે.
દિલ્હીવાસીઓનો કેજરી'વ્હાલ': મમતા, બાબુ અને યેચુરીએ કેજરીવાલને પાઠવી શુભેચ્છા - આપની સરકાર
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ફરી એકવાર આમ આદમી પાર્ટીનો પરચમ લહેરાયો છે, ‘આપ’ને 55થી વધુ બેઠકો પર જીત મેળવી છે, ત્યારે પરિણામ જાહેર થતાં પહેલાં આપની સત્તા પાક્કી થઈ છે. જેથી મુખ્યપ્રધાન કેજરીવાલને સૌ કોઈ શુભેચ્છા પાઠવતા જોવા મળી રહ્યાં છે.
Kejriwal
આમ, પરિણામ પહેલા દિલ્હીમાં ‘આપ’ની સરકાર બનતા જોઈને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી, આંધ્રપ્રદેશના પૂર્વ CM ચંદ્રબાબુ નાયડૂ સહિત કેટલાય નેતાઓ કેજરીવાલને શુભેચ્છા પાઠવી રહ્યાં છે.