નવી દિલ્હીઃ એક તરફ કોરોનાને લઈને દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. બીજી તરફ રાજકીય ધરણાંઓને કારણે રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે. બંગાળ સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે કોરોનાને લઈ ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે ભાજપના નેતાઓએ મમતા બેનર્જી સામે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે.
કોરોના મહામારીને લઈને ભાજપના નેતાઓએ મમતા સરકાર સામે વિરોધ દર્શાવ્યો - ભાજપ નેતાઓ
એક તરફ કોરોનાને લઈને દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. બીજી તરફ રાજકીય ધરણાંઓને કારણે રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે. બંગાળ સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે કોરોનાને લઈ ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે ભાજપના નેતાઓએ મમતા બેનર્જી સામે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે.
એક બાજુ કોરોનાની મહામારી છે તો બીજી બાજુ રાજકિય મહામારી. આખો દેશ કોરોના સામે લડી રહ્યો છે અને આપણા નેતાઓ એક બીજા વચ્ચે લડી વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. જી હા, મુખ્યપ્રધાન મમતા બેનર્જી સામે ભાજપના નેતાઓએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યુ છે. વિરોધ પ્રદર્શનમાં કેન્દ્રિય પ્રધાન બાબુલ સુપ્રિયો, પશ્ચિમ બંગાળના ભાજપ સાંસદ અઅને પાર્ટીના અન્ય નેતાઓ સામેલ છે.
બીજી બાજુ મધ્યપ્રદેશમાં કૈલાશ વિજયવર્ગીયએ પણ ઈન્દૌરમાં પોતાના નિવાસ સ્થાન પર બંગાળ સરકાર અને મુખ્યપ્રધાન મમતા બેનર્જી સામે વિરોધમાં ધરણાં પર બેઠા છે.