ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મમતા બેનર્જીએ કોરોના સ્થિતિની સમીક્ષા માટે સર્વપક્ષીય બેઠક બોલાવી - મમતા બેનર્જીએ કોરોના સ્થિતિની સમીક્ષા માટે સર્વપક્ષીય બેઠક બોલાવી

પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યમાં કોરોના મહામારીની સ્થિતિની સમીક્ષા માટે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. કલકત્તામાં આયોજીત આ બેઠકમાં રાજ્યના મુખ્યપ્રધાન મમતા બેનર્જી અધ્યક્ષસ્થાને થવાની છે.

મુખ્યપ્રધાન મમતા બેનર્જી
મુખ્યપ્રધાન મમતા બેનર્જી

By

Published : Jun 24, 2020, 3:44 PM IST

કલકત્તા: પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યમાં કોરોના મહામારીની પરિસ્થિતિની સમીક્ષા અંગે કરવા માટે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. મુખ્યપ્રધાન મમતા બેનર્જીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાશે.

ગયા અઠવાડિયે TMC પ્રમુખ મમતા બેનર્જીએ કહ્યું હતું કે, ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં કોરોના દર્દીઓ માટે દરરોજ પથારીની ઉપલબ્ધતામાં વધારો કરવાની જરૂર છે, જેથી દર્દીઓની સમયસર સારવાર થઇ શકે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર, પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધીમાં કુલ 14,358 કોરોના કેસની પુષ્ટિ થઈ છે. રાજ્યમાં કોરોના ચેપને કારણે અત્યાર સુધીમાં 569 લોકોના મોત નીપજ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details