આ અગાઉ તેમણે પોતાના ટ્વીટરમાં ટ્વીટ કરતા જણાવ્યું કે, કેન્દ્ર સરકાર વિદ્યાર્થી અને નામચિન્હ ઈતિહાસકારથી ડરી ગઈ. નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરવા બદલ ઈતિહાસકાર રામચંદ્ર ગુહાની ધરપકડ કરવામાં આવી છે.
જે ભાજપમાં નથી, તે તમામ એન્ટી નેશનલ છે : મમતાનો કટાક્ષ - મમતાનો કટાક્ષ
પશ્ચિમ બંગાળ: વેસ્ટ બેંગોલના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ આધાર કાર્ડને લઈ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, વોટર લિસ્ટ નહીં ચાલે, આધાર કાર્ડ, પાન કાર્ડ નહીં ચાલે, તો ભાજપનો સિક્કો જ ચાલશે. દેશભરમાં હાલ સીએએને લઈ ભારે વિરોધ થઈ રહ્યો છે.

IndiaAgainstCAA
મમતાનો કટાક્ષ
બેનર્જીએ પોતાના આધિકારીક ટ્વીટર હેંડલ પર ટ્વીટ કરતા લખ્યું છે કે, આ સરકાર વિદ્યાર્થીઓથી ડરી ગઈ છે. સરકાર મીડિયા સાથે વાતચીત કરવા અને ગાંધીના પોસ્ટર સાથે ભારતના સૌથી નામચિન્હ ઈતિહાસકારથી ડરી ગઈ છે. હું રામચંદ્ર ગુહાની ધરપકડની ઘૌર નિંદા કરુ છું.