કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ જાહેરાત કરી છે કે, લોકડાઉન વધારીને 31 જુલાઈ સુધી કરવામાં આવ્યું છે. જેમાં કર્ફ્યૂનો સમય રાતના 10થી સવાર 5 કલાકનો રહેશે.
પશ્ચિમ બંગાળઃ 31 જુલાઈ સુધી લોકડાઉન વધારાયું, રાતના 10થી સવારે 5 વાગ્યા સુધી રહેશે કર્ફ્યૂ - લોકડાઉનમાં વધારો
પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલું લોકડાઉન 30 જૂને પૂરું થવાનું હતું,. જેને કેટલીક છૂટછાટ સાથે 31 જુલાઈ સુધી વધારવાનો નિર્ણય કરાયો છે.
એક સંમેલનમાં વાત કરતાં મમતા બેનર્જીએ કહ્યું હતું કે, અમે નક્કી કર્યુ છે કે, એક જુલાઈથી રાતના 10થી સવાર 5 કલાક વચ્ચે કર્ફ્યૂ રહેશે અને 1 જુલાઈથી મેટ્રો સેવાઓ પણ શરૂ કરવામાં આવશે. શુક્રવારે થયેલી જાહેરાતમાં લોકડાઉનના વધારેલા સમય અને તેમાં અપાયેલી છૂટછાટ અંગે જણાવાયું હતું. જેમાં કર્ફ્યૂના પાલન અંગે ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. તેમજ નાગરિકોને પણ સરકારનો સાથ આપવા માટે આપીલ કરાઈ હતી.
ઉલ્લેખનીય છે કે, પ્રવર્તમાન લોકડાઉનમાં કર્ફ્યૂનો સમય રાતના 9થી સવારના 7 કલાક સુધી હતો. જેમાં ઘટાડો કરવામાં આવ્યો છે.