ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સાંસદોને સસ્પેન્ડ કરવા મામલે મમતાએ કેન્દ્ર સરકાર પર સાધ્યુ નિશાન - Parliament

રાજ્યસભાના આઠ સાસંદોને સસ્પેન્ડ કરવા મામલે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે. રવિવારે સંસદમાં આ વિપક્ષના સાંસદોએ હોબાળો મચાવ્યો હતો.

c
cx

By

Published : Sep 21, 2020, 1:17 PM IST

કલોકાતાઃ રાજ્યસભાના આઠ સાસંદોને સસ્પેન્ડ કરવા મામલે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે. મમતાએ ટ્વિટ કરી કહ્યું કે ખેડૂતોના હિત માટે લડનાર આઠ સાંસદોને સસપેન્ડ કરનાર આ તાાનશાહ સરકારની દુર્ભાગ્યપુર્ણ અને ચિંતનશીલ માનસિકતા છે.

મમતાએ આગળ કહ્યું કે, અમે ઝુકશું નહી, સંસદ અને રસ્તાઓ પર આ તાનાશાહ સામે લડીશુ.

જોકે રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડુએ સોમવારે વિપક્ષના આઠ સાંસદોને એક સપ્તાહ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. આ સાંસદોએ રવિવારે કૃષિ બિલ પર વોટિંગ દરમિયાન હોબાળો મચાવ્યો હતો અને ઉપસભાપતિને કામ કરવાથી રોક્યા હતાં.

સસ્પેન્ડ થયેલા સાંસદોમાં ડેરેક ઓ બ્રાઈન, રાજીવ સાટવ, સંજય સિંહ, કેકે રાગેશ, રિપુન બોરા, ડોલા સેન ઓઅને સૈયદ નજીર હુસૈન અને એલામારન કરીમ જેવા સાંસદો સામેલ છે.

ABOUT THE AUTHOR

...view details