સંશોધિત નાગરિકતા કાયદા વિરૂદ્ધ કલકત્તામાં હાવડા મેદાનથી એસપ્લેનેડ સુધી વિરોધનું નેતૃત્વ મમતા કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, તેઓ સમગ્ર દેશને ધરપકડ કેન્દ્ર બદલવા માગે છે, જો કે, અમે આવું નહીં થવા દઇએ. TMC સુપ્રીમો બનેર્જીએ એમ પણ કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં નાગરિકતા કાયદો અને એનઆરસી લાગૂ નહીં થવા દઇએ.
અમિત શાહના કારણે દેશમાં આગઃ મમતા બેનર્જી - સંશોધિત નાગરિકતા કાયદા
કોલકત્તા : પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ સંશોધિત નાગરિકતા કાયદાને લઇ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, તેમણે સમગ્ર દેશમાં આગ લગાવી છે. તેથી હવે તેમણે આ મામલો શાંત કરવો પડશે.
![અમિત શાહના કારણે દેશમાં આગઃ મમતા બેનર્જી મમતાએ ફરી અમિત શાહ પર કર્યા આકરા પ્રહાર,કહ્યું અમિત શાહે સમગ્ર દેશમાં આગ લગાવી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5417095-thumbnail-3x2-sss.jpg)
મમતાએ ફરી અમિત શાહ પર કર્યા આકરા પ્રહાર,કહ્યું અમિત શાહે સમગ્ર દેશમાં આગ લગાવી
મમતાએ શાહથી દેશમાં ધ્યાન રાખવા અને ભાજપ કાર્યકર્તાઓને નિયંત્રણ કરવા અપીલ કરી છે. વડાપ્રધાન મોદી "સબકા સાથ,સબકા વિકાસ" સૂત્ર પર આકરા પ્રહાર કરતા તેમણે કહ્યું કે, ભાજપની સરકાર દેશમાં સૌનું સત્યાનાશ કરે છે.