શારદા ચિટફંડ મામલે કલકત્તાના પૂર્વ પોલીસ કમિશ્નર રાજીવ કુમારની શોધખોળ માટે સીબીઆઈએ એક વિશેષ ટીમની રચના કરી છે. સાથે જ તેમની શોધ માટે સીબીઆઈ અનેક જગ્યાએ દરોડા પણ પાડી રહી છે.
વડાપ્રધાન મોદી બાદ અમિત શાહની મુલાકાતે પહોંચ્યા મમતા બેનર્જી - પૂર્વ પોલીસ કમિશ્નર રાજીવ કુમારની શોધખોળ
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી આજે ગૃહપ્રધાન અમિત શાહની મુલાકાતે પહોંચ્યા છે. આશા છે કે, આ બંને નેતાઓ વચ્ચે આજે મહત્વના મુદ્દાઓ પર ચર્ચાઓ થશે. આ અગાઉ ગત રોજ મમતાએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. અહીં આ મુલાકાતમાં NRCને લઈ ચિંતા વ્યક્ત કરી હતી.
latest news of amit shah
આ અગાઉ રાજકીય અટકળોની વચ્ચે 15 મહિના બાદ મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. પશ્ચિમ બંગાળમાં રોકાયેલી અનેક પરિયોજનાને ફરીથી ચાલું કરવા માટે અપિલ કરી છે. વડાપ્રધાન સાથેની મુલાકાતને સારી ગણાવતા મમતાએ વડપ્રધાનને બંગાળ આવવા નિમંત્રણ પણ આપ્યું છે. સાથે જ તેમણે પશ્ચિમ બંગાળનું નામ બદલાવાની પણ ભલામણ કરી છે.
આ ઉપરાંત રાજ્યમાં રેલ્વે અને ખનનને સંબંધિત અનેક યોજનામાં રોકાણની વાત કહી છે.
Last Updated : Sep 19, 2019, 2:40 PM IST