ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શંખનાદ પહેલા મમતાના નેતૃત્વમાં TMCનો રોડ શો - શ્યામ બજાર

નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મજયંતી નિમિત્તે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી કલકત્તાના શ્યામ બજારથી રેડ રોડ સુધી રોડ શોનું નેતૃત્વ કર્યું હતું.

નેતાજી સુભાષ ચંદ્ર બોઝ
નેતાજી સુભાષ ચંદ્ર બોઝ

By

Published : Jan 23, 2021, 3:59 PM IST

  • નેતાજી સુભાષ ચંદ્ર બોઝની આજે 125મી જન્મજયંતી
  • શંખનાદ પહેલા મમતાના નેતૃત્વમાં TMCનો રોડ શો
  • નેતાજીના નામ પર એક યુનિવર્સિટી બનશે

પશ્ચિમ બંગાળ : નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મજયંતી નિમિત્તે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી કલકત્તાના શ્યામ બજારથી રેડ રોડ સુધી રેલીનું નેતૃત્વ કર્યું હતું. 23 જાન્યુઆરીના રોજ નેતાજીની 125મી જન્મજયંતી છે. નેતાજી સુભાષ ચંદ્રની જન્મજયંતીની ઉજવણી અંતર્ગત પશ્ચિમ બંગાળમાં અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

કેન્દ્ર સરકાર નેતાજીની જન્મજયંતી પરાક્રમ દિવસ તરીકે ઉજવશે

કેન્દ્ર સરકાર દ્વારા નેતાજીની જન્મજયંતીને પરાક્રમ દિવસ રૂપે ઉજવણી કરવામાં આવી રહી છે. જ્યારે મમતા બેનર્જી દ્વારા દેશ નાયક દિવસ રૂપે ઉજવણી કરવામાં આવી રહી છે. મમતા બેનર્જીએ શ્યામ બજારથી રેડ રોડ સુધી 9 KM લાંબો રોડ શોનું આયોજન કર્યું હતું. આ રોડ શોમાં બહોળી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.

રોડ શોમાં ઉમટી જનસભા

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાને આ રોડ શો દરમિયાન જનસભાનું સંબોધન કર્યું હતું. શ્યામ બજારમાં TMC કાર્યકર્તાઓ સહિત સામાન્ય જનતાએ પણ શંખનાદ સાથે રોડ શોની શરૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે, સુભાષ ચંદ્ર બોઝનો જન્મ દિવસ 12 કલાકની આસપાસ થયો હતો. જે કારણે TMCનો કાર્યક્રમ પણ એજ સમયે યોજાયો હતો.

23 જાન્યુઆરી, 2022 સુધી દેશનાયક દિવસની ઉજવણી કરશે

દેશ નાયક સુભાષ ચંદ્ર બોઝને 125મી જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિ આપતા પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ શનિવારના રોજ જણાવ્યું હતું કે, નેતાજી સાચા નાયક હતા. તેમને એકતામાં વિશ્વાસ રાખતા હતા. મમતા બેનર્જીએ ટ્વીટ કરતા જણાવ્યું હતું કે, અમે દેશનાયક દિવસની ઉજવણી દિવસ દરમિયાન કરી રહ્યા છે. નેતાજી લોકોની અખંડિતતા પર વિશ્વાસ રાખતા હતા. સમગ્ર રાજ્યમાં કમિટિ બનાવવામાં આવી છે, જે કારણે 23 જાન્યુઆરી, 2022 સુધી દેશનાયક દિવસની ઉજવણી કરવામાં આવી શકે.

આઝાદ હિંદ ફોઝના નામથી એક સ્મારકનું નિર્માણ કરવામાં આવશે

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાના મમતા બેનર્જી રાજારહાટમાં આઝાદ હિંદ ફોઝના નામથી એક સ્મારકનું નિર્માણ કરવામાં આવશે. નેતાજીના નામ પર એક યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે. જેનું સંપૂર્ણ ફંડિગ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. આ સાથે વિદેશની યુનિવર્સિટી સાથે પણ કરાર કરવામાં આવશે. મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે, આજે ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. કલકત્તામાં ચાલુ વર્ષે યોજાનારી પ્રજાસત્તાક દિવસની પરેડ પણ નેતાજીને સમર્પિત કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details