ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મોદીના માર્ગ પર મમતા, ટી-સ્ટોલ પર જાતે બનાવી ચા,જુઓ Video - દત્તપુર

કોલકાતા :પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીનો એક વીડિયો સવારથી વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેઓ એક ગામમાં ચા બનાવતા દેખાઇ રહ્યાં છે. દત્તપુર ગામના CM મમતા બેનર્જીએ એક સ્ટોલમાં ચા બનાવીને લોકોને પીવડાવી હતી. આ વીડિયો તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટમાં પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તેઓ સ્થાનિકો અને નાની બાળકી સાથે પણ દેખાઇ રહ્યાં છે.તૃણમૂલ કોંગ્રેસ અધ્યક્ષએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને લખ્યું છે કે, ક્યારે ક્યારે જીવનમાં નાની ખુશિઓ એમને ખુબ ખુશ કરી દે છે.

મુખ્યપ્રધાન મમતા બેનર્જી

By

Published : Aug 22, 2019, 7:06 PM IST

બેનર્જીના આ વીડિયોની સાથે તેમણે ટ્વિટર પર લખ્યું છે કે, 'ક્યારેક ક્યારે આપણને જીવનમાં નાની નાની ખુશીઓ પણ ખુશ કરી દે છે.' આ વીડિયોમાં મમતા બેનર્જી બંગાળીમાં સ્થાનિકો સાથે વાતચીત કરી રહ્યાં છે.

મમતા બેનર્જી આ સ્થળે એક બાળકી સાથે રમતા પણ દેખાય છે. તે થોડીવાર બાળકી સાથે રમીને એક પેકેટ પણ આપે છે. જે બાદ તે દુકાનમાં જઇને જાતે જ ચા બનાવે છે. ચા બનાવીને આસપાસનાં સ્થાનિકોને ચા પીરસીને પીવડાવે છે અને લોકો સાથે વાતો પણ કરે છે.

લોકસભા ચૂંટણીમાં ભાજપના સારા પ્રદર્શન બાદ કેટલાક નેતાઓ ભાજપમાં જોડાયા હતા.જે બાદ મમતા તેમની પાર્ટીને મજબૂત બનાવવા માટે એક રાજ્ય જનસંપર્ક અભિયાન ચલાવી રહી છે.જેમાં તેઓ ગામ ગામ ફરીને લોકો સાથને મળી રહ્યા છે.આ દરમિયાન તેઓ દતપુર પહોંચ્યા હતા.જ્યા તેઓ એક ટી-સ્ટોલ પર ચા બનાવીને લોકોને પીવડાવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details