ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પશ્ચિમ બંગાળ સરકારે શહીદ સૈનિકો માટે વળતરની જાહેરાત કરી - ex-gratia for two Galwan martyrs

પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ ગાલવાન ખીણમાં શહીદ થયેલા રાજ્યના બે જવાનોના પરિવારને પાંચ લાખ રૂપિયા અને શહીદના પરિવારમાંથી એક સભ્યને સરકારી નોકરી આપવાની જાહેરાત કરી છે.

પશ્ચિમ બંગાળ સરકારે શહીદ સૈનિકો માટે વળતરની જાહેરાત કરી
પશ્ચિમ બંગાળ સરકારે શહીદ સૈનિકો માટે વળતરની જાહેરાત કરી

By

Published : Jun 17, 2020, 8:33 PM IST

કલકત્તા: પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ ગાલવાન ખીણમાં શહીદ થયેલા રાજ્યના બે જવાનના પરિવારને પાંચ લાખ રૂપિયા અને પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાની ઘોષણા કરી છે. 15-16 જૂને ખીણમાં LAC પરથી ચીની સૈનિકોને હટાવવા માટે દેશના 20 સૈનિકો શહીદ થયા હતા. આ સૈનિકોમાંથી બે પશ્ચિમ બંગાળના રહેવાસી હતા.

ગલવાન ખીણમાં દેશની રક્ષા કરતી વખતે પશ્ચિમ બંગાળના રાજેશ ઓરંગ શહીદ થયા હતા. રાજેશની શહાદતની જાણ થતાં જ બીરભૂમ જિલ્લાના બેલગોરિયા ગામમાં શોકનું વાતાવરણ સર્જાઇ ગયું હતું. આ અથડામણમાં અલીપુરદ્વારના બિપુલ રાય પણ શહીદ થયા છે. આ બંને શહીદ જવાનોના પરિવારજનોને પશ્ચિમ બંગાળ સરકાર તરફથી પાંચ લાખ રૂપિયા અને એક પરિવારના સભ્યને સરકારી નોકરી આપવામાં આવશે.

ભારત અને ચીન વચ્ચે 1975 પછીનો સૌથી લોહિયાળ સંઘર્ષ 15-16 જૂનની રાત્રે લદાખમાં ગાલવાન ખીણમાં થયો હતો. આ ઘટનાથી બંને દેશોની સરહદ પર ઉંડા તંગદિલી દૂર થઈ છે. આ ઘટનામાં ભારતના 20 સૈનિકો શહીદ થયા હતા. ચીન અને ભારતનાં સૈનિકો વચ્ચે થયેલા આ હિંસક ઘર્ષણ મામલે ચીની વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા ઝાઓ લિજિયનને નિવેદન આપ્યું હતું કે ગલવાન ઘાટી ક્ષેત્રની સંપ્રભુતા હંમેશા ચીન સાથે સંબધિત રહી છે.

ચીન નથી ઈચ્છતું કે, આગળ કોઈપણ પ્રકારનું ઘર્ષણ થાય. સરહદ સાથે જોડાયેલા મુદ્દાઓ અને અમારી કમાન્ડર સ્તરની વાર્તાની સર્વસમ્મતિ પર પછી પણ ભારતીય સેનાએ સીમાનું ઉલ્લંઘન કરીને પાર કરી છે. સાથે સાથે લિજિયનને દાવો કર્યો કે ભારતીય સેનાએ અમારી સરહદના પ્રોટોકોલનું ઉંલ્લઘન કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details