ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કેરળમાં 8 જૂનથી શૉપિંગ મૉલ ખૂલશે - સોશિયલ ડિસટન્સનું પાલન

કેન્દ્ર સરકારના દિશા-નિર્દેશોની સાથે 8 જૂનથી કેરળમાં મૉલ ખોલવા માટે સંચાલકો કમર કસી રહ્યા છે. મૉલ સંચાલકોનું કહેવું છે કે કૉવિડ-19ના સંકટમાંથી બહાર આવવા કારોબારીઓને અંદાજે 6 મહિનાથી 1 વર્ષ સુધીનો સમય લાગશે.

etv bharat
etv bharat

By

Published : May 31, 2020, 8:36 PM IST

તિરુવનંતપુરમ (કેરળ) : ગૃહ મંત્રાલયે દેશમાં કંટોનમેટ ઝોનને છોડીને હોટલ, મોલ 8 જૂનથી ખોલવાની અનુમતિ આપી છે. કેન્દ્રના દિશા-નિર્દેશો અનુસાર કેરળ મોલના સંચાલકો સુરક્ષા સામગ્રીને પુરી પાડવાની કામગીરી કરી રહ્યા છે.

મૉલ ઓફ ત્રાવણકોરના સંચાલક અફશિન કેપીએ કહ્યું કે, સમગ્ર મોલને ફરી ખોલવા માટે રાહ જોઈ રહ્યા છે. અમે ગ્રાહકોને એક સુરક્ષિત વાતાવરણ આપવા માંગીએ છે. માટે અમારા કર્મચારીઓ સાફ-સફાઈ કરી રહ્યા છે.

અમે સોશિયલ ડિસટન્સનું પાલન કરાવવા માટે મોલમાં ચિહ્ન રાખ્યા છે. દરેક માળ પર એક અધિકારી રહેશે. જે સોશિયલ ડિસટન્સનું પાલન કરાવશે, સાથે 30-35 જગ્યા પર સૈનિટાઈઝેશનનું મશીન રાખવામાં આવશે.

ગૃહ મંત્રાલયે જાહેર કરેલા દિશા-નિર્દેશોમાં કહ્યું કે, ધાર્મિક સ્થળો અને સાર્વજનિક હોટલ, રેસ્ટોરન્ટ અને શોપિંગ મોલની સાથે અન્ય પૂજા સ્થળો 8 જૂનથી ખોલવાની પરવાનગી આપી છે. આ સુવિધા રાજ્યોના કંટેન્મેન્ટ ઝોનની અંદર શરુ થશે નહિ.

ABOUT THE AUTHOR

...view details