કોંગ્રેસના વરિષ્ઠ નેતા માનિકરાવ ઠાકરેએ જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં સરકાર ગઠન પર પાર્ટીનું વલણ નક્કી કરવા માટે કોંગ્રેસના મહાસચિવ ખડગેએ પાર્ટીના ધારાસભ્યો સાથે અનૌપચારિક મુલાકાત કરી હતી.
માનિકરાવ ઠાકરેએ વધુમાં જણાવ્યું હતું કે, 'ખડગેએ ધારાસભ્યો પાર્ટીના વલણથી માહિતગાર કરશે.'
મિલિંદ દેવડાએ પણ ટ્વીટ કરીને લખ્યું કે, 'BJP- શિવસેના સરકાર બનાવતી નથી તો મહારાષ્ટ્રના રાજ્યપાલે બીજા સૌથી મોટા ગઠબંધન NCP- કોંગ્રેસને આમંત્રિત કરવી જોઇએ.'
અશોક ચૌહાણ, પૃથ્વીરાજ ચૌહાણ અને બાલાસાહેબ થોરાટ જેવા વરિષ્ઠ નેતાઓ સહિત તમામ 44 ધારાસભ્યો મહારાષ્ટ્રમાં સરકાર બનવાની ગતિવિધીઓને ધ્યાને રાખીને જોડતોડતી બચવા માટે કોંગ્રેસ શાસિત રાજસ્થાનની રાજધાની જયપુરના એક રિસોર્ટમાં રોકાયા છે.
મુખ્યપ્રધાન પદને લઇને ભાજપ અને શિવસેના વચ્ચે ખેંચતાણ ચાલી રહ્યું છે. શિવસેના આ પદ માટે 50:50 ફોર્મુલા ઇચ્છે છે, પરંતુ ભાજપ આ માટે સહમત નથી.