ગુજરાત

gujarat

ETV Bharat / bharat

માલદીવએ તાત્કાલિક રસી માટે વિનંતી કરી, ભારતે ત્વરિત પ્રતિસાદ આપ્યો - સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા પ્રા. લિ.

માલદીવની સરકાર તરફથી વિનંતીનો ત્વરિત પ્રતિસાદ આપતા, ભારતે આ નાનકડા ટાપુ દેશને શીતળા (મીસલ્સ અને રૂબેલા) (એમઆર)ની રસીના ૩૦,૦૦૦ ડૉઝ મોકલી આપ્યા છે. ભારતે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા પ્રા. લિ. પાસેથી એમઆર રસીના ૩૦,૦૦૦ ડૉઝ મેળવ્યા હતા અને મીસલ્સ ફાટી નીકળવાના ભયની વચ્ચે માત્ર ત્રણ દિવસની અંદર રાજધાની માલેમાં પહોંચાડી. સૂત્રોએ કહ્યું કે માલદીવ્સમાંથી મીસલ્સને નાબૂદ કરાયો છે પરંતુ ગત એક સપ્તાહમાં ચાર કેસો હકારાત્મક આવતા તેનાથી સંભવિત રોગચાળો ફાટી નીકળવાનો ભય જન્મ્યો હતો. માલદીવ્સે તાત્કાલિક પૂરવઠા માટે શરૂઆતમાં ડેનમાર્ક અને યુનિસેફનો સંપર્ક સાધ્યો હતો પરંતુ તેમને જણાવાયું હતું કે તેના માટે ચાર સપ્તાહ થશે. જોકે ભારતે તો વિનંતી મળ્યાના માત્ર ત્રણ દિવસની અંદર તાત્કાલિક રસી મોકલી દીધી હતી.

માલદીવએ તાત્કાલિક રસી માટે વિનંતી કરી, ભારતે ત્વરિત પ્રતિસાદ આપ્યો
માલદીવએ તાત્કાલિક રસી માટે વિનંતી કરી, ભારતે ત્વરિત પ્રતિસાદ આપ્યો

By

Published : Jan 24, 2020, 11:40 AM IST

ભારતીય રાજદૂત સંજય સુધીરે બુધવારે માલેમાં આરોગ્ય પ્રધાનને આ રસીઓ સુપ્રત કરી હતી. ‘ભારતનો તાત્કાલિક પ્રતિભાવ એ વાત પર ભાર મૂકે છે કે આરોગ્ય ભારત અને માલદીવ્સ વચ્ચે દ્વિપક્ષીય સહકારના મજબૂત સ્તંભો પૈકીનો એક છે. આ ચેષ્ટા ભારતની પડોશી પ્રથમ નીતિ અને માલદીવ્સની ભારત પ્રથમ નીતિના પરસ્પર સહાયક ભૂમિકાઓ ભારપૂર્વક સૂચવે છે, જે આપણા લોકોના લાભ પર કાર્ય કરવાની છે,’ તેમ ભારતીય દૂતાવાસે સત્તાવાર યાદીમાં જણાવ્યું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જૂન ૨૦૧૯માં માલદીવ્સની મુલાકાત દરમિયાન હિન્દ મહાસગરમાં વ્યૂહાત્મક રીતે આવેલા આ ટાપુ રાષ્ટ્રમાં ડૉક્ટરો અને તબીબી વ્યાવસાયિકોની ક્ષમતા નિર્માણ અને પ્રશિક્ષણ, રોગ પર નજર, માનસિક આરોગ્ય વ્યાવસાયિકોનું પ્રશિક્ષણ, ડિજિટલ આરોગ્ય ક્ષમતાઓ રચવી વગેરેમાં સહકાર પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે ભારત અને માલદીવ્સે આરોગ્ય સહકાર પર એમઓયૂ પર હસ્તાક્ષર કર્યા હતા. ટાટા મેમોરિયલ કેન્સર સેન્ટર પણ ભારત દ્વારા પ્રસ્તાવિત દ્વિપક્ષીય ૮૦ કરોડ અમેરિકી ડૉલરની લાઇન ઑફ ક્રેડિટ હેઠળ એક પરિયોજના હેઠળ હુલ્હુમાલેમાં ૧૦૦ પથારીની વ્યાપક, આધુનિક કેન્સર હૉસ્પિટલનું નિર્માણ કરી રહ્યું છે.


અગાઉની યામીન સરકારમાં ભારત અને માલદીવ્સના સંબંધોને ફટકો પડ્યો હતો પરંતુ પ્રમુખ ઇબ્રાહીમ સોલિહની ચૂંટણી સાથે બંને દેશોના સંબંધો ફરી સુમધુર બન્યા છે. માલદીવ્સ માટે માનવતાવાદી કટોકટીના સમયમાં ભારત પહેલું મદદ કરનારું બન્યું હોય તેવું આ પહેલી વાર નથી. વર્ષ ૨૦૧૫માં પણ રાજધાની માલેમાં મુખ્ય આર.ઓ. પ્લાન્ટ ભાંગી જતાં જળ કટોકટી સર્જાઈ હતી, અને માલેએ ભારતને મોડી રાત્રે તાત્કાલિક મદદનો ફૉન કર્યો હતો. ભારતે વિમાનોની મદદથી પાણી પહોંચાડ્યું હતું અને જહાજ દ્વારા એક આર.ઓ. પ્લાન્ટ સહિત બીજી સાધનસામગ્રી પણ પહોંચાડી હતી. માલદીવ્સનું અર્થતંત્ર પર્યટનની આવક પર ખૂબ જ આધાર રાખે છે. આથી જ્યારે માલદીવ્સ સહિત અનેક દેશોમાં સુનામી આવી ત્યારે ભારત માલદીવ્સને આ ક્ષેત્રમાંથી પ્રથમ મદદ કરનારા દેશોમાંથી એક હતો. ૧૯૮૮માં રાજીવ ગાંધીના નેતૃત્વવાળી ભારતીય સરકારે પ્રમુખ મૌમૂન અબ્દુલ તરફથી ‘બચાવોનો સંદેશ’ (એસઓએસ) મળ્યો ત્યારે ઑપરેશન કેકટસ દ્વારા મદદ કરી હતી અને બળવાનો પ્રયાસ કરી રહેલા ભાડૂતી સૈનિકો સામે રક્ષા કરવા આઈએલ-૭૬ વિમાન દ્વારા પેરાટ્રૂપરોને મોકલ્યા હતા.

- સ્મિતા શર્મા


Conclusion:

ABOUT THE AUTHOR

...view details