હૈદરાબાદ: 12 જુલાઈ 2013 એ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વિશ્વભરમાં મલાલા દિવસ તરીકે મનાવવામાં આવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર દ્રારા પાકિસ્તાની બાળ કાર્યકર મલાલા યુસુફઝાઇની શિક્ષણ માટે ની લડાઈ ને પ્રકાશિત કરવા માટે આ દિવસ મનાવવામાં આવી રહ્યો છે.
12 જુલાઈ, 2013 ના રોજ, બાળકીઓના શિક્ષણને પ્રોત્સાહન ઝુંબેશમાં કાર્યરત સોળ વર્ષની પાકિસ્તાની યુવતી મલાલા યુસુફઝાઇએ સંયુક્ત રાષ્ટ્ર (યુએન) ના મુખ્ય મથકમાં શિક્ષણમાં લિંગ સમાનતાની જરૂરિયાત પર પ્રભાવશાળી ભાષણ આપ્યું હતુ. સંબોધન પછી સભાખંડમાં હાજર સૌએ કેટલીયવાર ઉભા થઇ મલાલાને અભિવાદન આપ્યુ હતું અને 12 જુલાઈ, તેનો જન્મદિવસ પણ છે, તે દિવસ ને તરત જ યુએન દ્વારા યુવા કાર્યકરના માનમાં 'મલાલા દિવસ' તરીકે જાહેર કરાયો હતો.
મલાલા વિશે
• મલાલા યુસુફઝાઇનો જન્મ 12 જુલાઈ, 1997 ના રોજ, પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં સ્વત ખીણમાં સૌથી મોટો શહેર મિંગોરામાં થયો હતો. તે ઝિયાઉદ્દીન અને તોર પેકાઇ યુસુફઝાઇની પુત્રી છે અને તેના બે નાના ભાઈઓ છે.
• મલાલા પાકિસ્તાનની તે યુવતી છે, જેને છોકરીઓને તેમના શિક્ષણના અધિકાર માટે તરફેણ કરવા અને તાલિબાનો વિરુદ્ધ બોલવા ને લઇ ને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી) એ 9 ઑક્ટોબર, 2012 ના રોજ માથા અને ગળા પર ગોળી મારી હતી
• મલાલા યુસુફઝાઇ, તેના વતન પાકિસ્તાનમાં મહિલા શિક્ષણ પરના તાલિબાનોના પ્રતિબંધોનો વિરોધ કરવા માટે 2012 માં ઠાર મારવામાં આવ્યા બાદ છોકરીઓની શિક્ષણ માટેની લડતનું આંતરરાષ્ટ્રીય પ્રતીક બની હતી. 2009 માં, મલાલાએ તેના વતનના શહેરમાં વધી રહેલી લશ્કરી પ્રવૃત્તિઓ અને તેના સ્કૂલ પર હુમલો કરવામાં આવશે તેવી આશંકા અંગે એક ઉપનામ હેઠળ બ્લોગ લખવાનું શરૂ કર્યું હતું. તેની ઓળખ જાહેર થયા પછી, મલાલા અને તેના પિતા ઝિયાઉદ્દીન શિક્ષણના અધિકાર માટે બોલતા રહ્યા.
9 ઓક્ટોબર, 2012 ના રોજ તાલિબાનોએ જ્યારે મલાલા તેના મિત્રો સાથે સ્કૂલથી ઘરે પરત ફરી રહી હતી ત્યારે હુમલો હુમલો કર્યો હતો કે જેને વિશ્વભરમાં વખોડવોમાં આવ્યો હતો. પાકિસ્તાનમાં, 20 લાખથી વધુ લોકોએ શિક્ષણના અધિકારની અરજી પર હસ્તાક્ષર કર્યા હતા, અને રાષ્ટ્રીય વિધાનસભાએ પાકિસ્તાનના પ્રથમ મુક્ત અને ફરજિયાત શિક્ષણ બિલને બહાલી આપી હતી.
તાલિબાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવા છતાં, અકલ્પનિય રીતે મલાલા એ જલ્દીથી જાહેર જીવનમાં પાછી ફરી હતી અને તે પહેલાં કરતાં તેના મંતવ્યોમાં વધુ ઉગ્ર બની હતી, અને જાતિના અધિકાર માટેની તેની હિમાયત ચાલુ રાખી હતી. બર્મિંગહામમાં રહીને , તેણે ‘મલાલા ફંડ’ ની સ્થાપના કરી, જે એક બિન-લાભકારી સંસ્થા છે જે યુવતીઓને શાળાએ જવા માટે મદદ કરે છે.
તેણીએ "હું મલાલા છું" નામથી એક પુસ્તક સહ-લેખક તરીકે લખ્યુ છે, જે આંતરરાષ્ટ્રીય બેસ્ટસેલર બની ગયું હતું.
2012 માં, પાકિસ્તાન સરકારે તેણીને પ્રથમ રાષ્ટ્રીય યુવા શાંતિ પુરસ્કાર આપ્યો હતો .
ડિસેમ્બર 2014 માં, તે સૌથી ઓછી ઉંમર ની નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા બની.