ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વિદેશી મૂડીરોકાણ માટે મોટી તકો - એફડીઆઈ

જ્યારે દેશનું અર્થતંત્ર તીવ્ર મંદીમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે કોરોના રોગચાળાએ વિકાસની તમામ આશાઓમાં છિદ્રો પાડી દીધાં છે. તેના ભયંકર આક્રમણે અનેક ઉદ્યોગોને નષ્ટ કરી દીધા છે, જેનાથી રોજગારીની તકોને ભારે અસર થઈ છે.

ો
વિદેશી મૂડીરોકાણ માટે મોટી તકો

By

Published : Jul 9, 2020, 9:55 PM IST

હૈદરાબાદઃ કોરોના વાઇરસે કરોડો લોકોની જિંદગીમાં જે તોફાન લાવ્યું છે તેમાંથી 'આત્મનિર્ભર ભારત' નામના વિશેષ આર્થિક પેકેજથી રાહત મળવાની આશા હતી. જોકે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી કહે છે કે અર્થતંત્રને બેઠું કરવા વિદેશી સીધું મૂડીરોકાણ (એફડીઆઈ) જરૂરી છે. પ્રધાનને આશા છે કે એમએસએમઇ (સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો)માં આંતરમાળખાકીય પરિયોજનાઓના રૂપમાં જે વિશાળ મૂડીરોકાણ છે તે આર્થિક પ્રગતિની ગતિને વધારશે. ગડકરીને આશા છે કે રાષ્ટ્રીય રાજમાર્ગો, વિમાનમથકો, જળમાર્ગો, રેલવે, મેટ્રો અને એમએસએમઇ ક્ષેત્રોમાં રૂ. ૫૦-૬૦ લાખ કરોડનાં મૂડીરોકાણ શક્ય છે અને તેનાથી ચમત્કારી પરિણામો મળી શકે છે.

વેપાર, મૂડીરોકાણ અને વિકાસ પર સંયુક્ત રાષ્ટ્રોના વિશેષ વિભાગ (સ્પેશિયલ ડિવિઝન) મુજબ, ગયા વર્ષની સરખામણીએ ભારતે ૨૦૧૯-૨૦માં ૫૧ અબજ ડૉલર સુધીનું એફડીઆઈ આકર્ષીને ઘણો સારો દેખાવ કર્યો છે. મે મહિનામાં કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે કરેલી ગણતરીઓ મુજબ, આ રકમ કુલ ૭૩ અબજ ડૉલર છે જે જો રૂપિયામાં ફેરવવામાં આવે તો સાડા પાંચ લાખ કરોડ થવા જાય છે. હવે ગડકરી તેનાથી દસ ગણાથી વધુનું લક્ષ્ય ધરાવે છે. જોકે ગડકરી કહે છે કે લક્ઝમબર્ગ કરતાં બમણી કદની લેન્ડ બૅન્ક ચીનને છોડવાની યોજના ધરાવતી કંપનીઓને આકર્ષવા ટૅક્નૉલૉજીને સુધારવા પર ધ્યાન આપવા સાથે તૈયાર કરવામાં આવી રહી છે- ઉદ્દેશ્ય પ્રાપ્ત કરવા માટે અનેક વધુ સીમાચિહ્ન મેળવવાનાં છે.

પાંચ મહિના પહેલાં નાણા પ્રધાન નિર્મલા સીતારમણે જાહેર કરેલી માહિતીને વિચારતાં, એફડીઆઈમાં એકાએક સુધારો શક્ય જણાતો નથી. દેશમાં એફડીઆઈનો પ્રવાહ ૨૦૦૯-૧૪ દરમિયાન ૧૯૦ અબજ ડૉલરથી વધીને ૨૦૧૪-૧૯માં ૨૮૪ અબજ ડૉલર થયો. અત્યારના ડૉલર વિનિમય દર પર ગણવામાં આવે તો, છેલ્લાં પાંચ વર્ષની સરેરાશ ચાર લાખ પચ્ચીસ હજાર કરોડ રૂપિયા છે. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (આઈએમએફ)એ જાહેર કર્યું કે અત્યારે ગંભીર કટોકટી જે ૧૯૨૯-૧૯૩૯ની મહા મંદીથી એકદમ નજીક છે તે કોરોના રોગચાળાનું પરિણામ છે. પરિણામે, સંયુક્ત રાષ્ટ્રોએ તાજેતરમાં આકલન કર્યું કે આ વર્ષે આંતરરાષ્ટ્રીય એફડીઆઈ પ્રવાહ ભૂતકાળ કરતાં ૪૦ ટકા નીચો હશે. આ સ્થિતિમાં, વ્યૂહ ઘડનારાઓ માટે અશક્ય ઉદ્દેશ્યો નિર્ધારિત કરવા કરતાં ટકાઉ પ્રગતિમાં રહેલાં વિઘ્નોને ડહાપણથી અવગણવા એ વધુ સારું રહેશે.

અમેરિકા, ચીન, સિંગાપોર, બ્રાઝિલ, યુકે, હૉંગ કૉંગ અને ફ્રાન્સ જેવા દેશો એફડીઆઈને આકર્ષવા માટે આપણા કરતાં વધુ સારો દેખાવ કરી રહ્યા છે. જો ભારત તેમની યાદીમાં આવવા માગતું હોય તો તેણે વધુ સ્થિતિસ્થાપક વેપાર શરતો નક્કી કરવી જોઈએ અને વિદેશી મૂડીરોકાણકારોને અનુકૂળ વેપાર વાતાવરણ પૂરું પાડવું જોઈએ. કોરોના કટોકટીના પગલે ચીનને જે નુકસાન થયું છે તેના કારણે પૂર્વ અને નૈઋત્ય એશિયાઈ દેશોને લાભ થઈ રહ્યો છે, ત્યારે ભારત ફાયદો મેળવવા અસમર્થ છે કારણકે આપણા ચીન સાથે લાંબા સમયના વણઉકેલ મુદ્દાઓ છે. આ મુદ્દાઓ છે...વધેલા વેરા અને વીજળી ભાડાં, મૂડીરોકાણ પર વ્યાજ, અનુમતિ આપવામાં વિલંબ, રાજ્ય સ્તરે ભ્રષ્ટાચાર, હેરફેરની સમસ્યાઓ વગેરે. ભારતની પ્રગતિના મિજાજની વિરુદ્ધ કાર્ય કરતા મુદ્દા પર ઝડપી સુધારાત્મક પગલાં લઈને, સ્થિતિસ્થાપક પગલાં લઈને અને સુરક્ષિત વેપાર અને વાણિજ્ય વાતાવરણ બનાવીને અને અન્ય દેશોને અપ્રાપ્ય અનોખી અને બેશુમાર સંપત્તિ યુવા શક્તિને પ્રશિક્ષિત સંસાધનોમાં પરિવર્તિત કરીને ભારત વિશ્વમાં વિશ્વાસ વધારવામાં અને મોટા પાયે મૂડીરોકાણને આકર્ષવામાં સફળ થઈ શકે છે.

ABOUT THE AUTHOR

...view details