ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગલવાનમાં હિંસક અથડામણ બાદ ભારત-ચીન સૈન્ય સ્તરે મુલાકાત

સોમવારે રાત્રે ગલવાન નદીના ઘાટ પર હિંસક અથડામણ બાદ ભારતીય સૈન્ય અને ચીની પીએલએના ચીફ અધિકારીઓ સતત ત્રણ દિવસ ઇમર્જન્સી મોડમાં ડિવિઝનલ કમાન્ડર સ્તરે મળ્યા હતા. આમાં ડિવિઝનલ કમાન્ડર કક્ષાએ સંવાદ ચાલુ રાખવાનો કંઇ નિર્ણય લેવાયો ન હતો. એટલું જ નહીં, અન્ય કોઇ કક્ષાએ વાટાઘાટો યોજવાની કોઈ ચર્ચા થઈ નહીં.

dsd
sd

By

Published : Jun 19, 2020, 5:39 PM IST

Updated : Jun 20, 2020, 9:36 AM IST

નવી દિલ્હીઃસોમવારે રાત્રે ગલવાન નદીના ઘાટ પર હિંસક અથડામણ બાદ ભારતીય સૈન્ય અને ચીની પીએલએના ચીફ અધિકારીઓ સતત ત્રણ દિવસ ઇમર્જન્સી મોડમાં ડિવિઝનલ કમાન્ડર સ્તરે મળ્યા હતા. આમાં ડિવિઝનલ કમાન્ડર કક્ષાએ સંવાદ ચાલુ રાખવાનો કંઇ નિર્ણય લેવાયો ન હતો. એટલું જ નહીં, અન્ય કોઇ કક્ષાએ વાટાઘાટો યોજવાની કોઈ ચર્ચા થઈ નહીં.

ગલવાન નદીના ઘાટ પર હિંસક અથડામણ બાદ વિભાગીય કમાન્ડર સ્તર પર ભારતીય સૈન્ય અને ચીની પીએલએના મોટા અધિકારીઓ સતત ત્રણ દિવસ ઈમર્જન્સી મુલાકાત માટે મળ્યા હતા. પરંતુ કેટલાક મુદ્દાઓની ચર્ચા કર્યા પછી ગુરુવારે વાતચીત સમાપ્ત થઈ હતી. આધારભૂત સૂત્રોએ ઇટીવી ભારતને આ માહિતી આપી હતી.

આ મુદ્દાઓ ભારત અને પીએલએ સાથેની હિંસક ઘટના સાથે સંબંધિત છે. જેમાં સોમવારે રાત્રે ચીની સૈનિકો ઘાતક હથિયારો લઈને આવેલા અને ભારતીય સેના પર હુમલો કર્યો હતો. જો કે, આ દરમિયાન કોઈ ફાયરિંગ થયું ન હતું. ચીની સેનાએ ભારતીય સૈનિકો પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ વાતચીત આજે સવારે શરૂ થઈ અને સમાપ્ત થઈ ગઈ હતી. આમાં ડિવિઝનલ કમાન્ડર કક્ષાએ સંવાદ ચાલુ રાખવાનો કોઇ નિર્ણય લેવાયો ન હતો. એટલું જ નહીં, અન્ય કોઇ કક્ષાએ વાટાઘાટો યોજવાની કોઈ ચર્ચા થઈ ન હતી.

આ વાતચીત બંને સૈન્ય વચ્ચે ઘર્ષણ ઓછું કરવા માટે હતી. તેમાં એલએસી સાથે સંકળાયેલા મુદ્દા હતા. આ ઉપરાંત 4-5 મે દરમિયાન લદ્દાખનું પેંગોગ તળાવ અને 10 મેના દિવસે ઉત્તર સિક્કિમ થયેલા ઘર્ષણનો ઉલ્લેખ છે. સોમવારે થયેલી હિંસક અથડામણ મુદ્દે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક પીપી 14 પોઈન્ટ પર આયોજન કરવામાં આવ્યું હતું.

પીપી 14 ભારતીય સેના અને પીએલએ બંને માટે મજબૂત લશ્કરી હિતો ધરાવે છે. વ્યૂહાત્મક રીતે આ બંને માટે ખૂબ મહત્વનું છે. અહીં ગલવાન નદી નીચે વહે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, અથડામણ દરમિયાન ઘણા સૈનિકો પહાડ પરથી નદીમાં પડ્યાં હતા. જ્યાં રીતે બંદૂકોનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો.

પ્રોટોકોલ મુજબ, ભારતીય સૈન્ય અને પીએલએ એલએસી પર એક બીજા પર ગોળીબાર કરી શકતા નથી. બંને બાજુની સૈન્ય પણ એલ.એ.સી.ના બે કિ.મી. ત્રિજ્યામાં પેટ્રોલીંગ કરતી વખતે શસ્ત્રો લઈ જઈ શકતી નથી.

Last Updated : Jun 20, 2020, 9:36 AM IST

ABOUT THE AUTHOR

...view details