દિલ્હી : સાહિબાબાદ ઇન્ડસ્ટ્રિયલ એરિયાની ફેક્ટરીમાં લોક ડાઉનના કારણે વિસ્તાર ખાલી હતો,જેથી મોટી ઘટના બની ન હતી.જોકે સમાન્ય દિવસમાં ફેક્ટરીમાં મોટી સંખ્યામાં લોકો કામ કરે છે અને હાલ આ ફેક્ટરીમાં લાકડાની પોલિશિંગ કરવાનું કામ કરવામાં આવે છે.
દિલ્હીમાં લાકડાની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ - ગાઝિયાબાદના સાહિદાબાદ ઔદ્યોગિક વિસ્તાર
ગાઝિયાબાદના સાહિદાબાદ ઔદ્યોગિક વિસ્તારમાં લાકડાની પોલિશિંગ કરતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી.ફાયરની બે ગાડી ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.

દિલ્હીમાં લાકડાની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ
આ દિવસોમાં ફાયર વિભાગની ટીમ ખૂબ સાવચેતી રાખે છે. તેઓ આ દિવસોમાં ડબલ ડ્યુટી કરી રહ્યા છે.એક તરફ આગની ઘટનાઓ પર ધ્યાન આપવું છે તો વિસ્તારોમાં સેનિટાઇઝેશન કરવાનું કામ પણ ફાયર વિભાગની ટીમ પર જ છે. ત્યારે જ્યારે કારખાનામાં આગ લાગી તો ફાયર વિભાગની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી હતી.
ફેક્ટરીમાં મોટા પ્રમાણમાં ખાલી ડબ્બાઓ રાખવામાં આવ્યા હતા,જેના કારણે આગ લાગી આવી હતી.જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
TAGGED:
fire broke out