ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મુંબઇના ક્રોફર્ડ માર્કેટમાં લાગી ભીષણ આગ, કોઈ જાનહાની નહીં - મુંબઇનું ક્રોફર્ડ માર્કેટ

દક્ષિણ મુંબઈના ક્રોફર્ડ બજારમાં આવેલી કેટલીક દુકાનમાં ગુરુવારે સાંજે ભીષણ આગ લાગી હતી. જો કે, ઘટનામાં કોઈ જાનહાની નોંધાઇ નથી.

મુંબઇના ક્રોફર્ડ માર્કેટમાં લાગી ભીષણ આગ, કોઈ જાનહાની નહીં
મુંબઇના ક્રોફર્ડ માર્કેટમાં લાગી ભીષણ આગ, કોઈ જાનહાની નહીં

By

Published : Jun 11, 2020, 10:54 PM IST

મુંબઇ: દક્ષિણ મુંબઈના ક્રોફર્ડ બજારની કેટલીક દુકાનમાં ગુરુવારે સાંજે ભીષણ આગ લાગી હતી. જો કે, ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી. બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના અધિકારીએ જણાવ્યું હતું કે, આ બજારમાં આગ લાગી છે તેની જાણકારી સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને આપવામાં આવી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે, "આગ ભીષણ હતી જેથી 8 ફાયર ટેન્ડર સ્થળ પર હાજર હતા. બીએમસી વોર્ડ કચેરી, પોલીસ અને એમ્બ્યુલન્સના જવાન પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

ફાયર ઓફિસરે કહ્યું કે, "આગને કાબૂમાં લેવાનું કામ ચાલુ છે અને હજી સુધી કોઈને ઇજા પહોંચવાના સમાચાર નથી." તેમણે કહ્યું કે આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે.

મુંબઇના આ વિસ્તારમાં લોકોની અવરજવર વધારે હોય છે. ક્રોફર્ડ માર્કેટમાં ફળ-શાકભાજી, કપડાં અને વાસણો વહેચવામાં છે. અનલોક-1 બાદ કેટલીક દુકાનો ખોલવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details