ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હરિયાણાના જીકરપુરમાં નિર્માણાધીન ઈમારતનો સ્લેબ તુટ્યોઃ 3 કામદારો ઘાયલ - जीरकपूर में लेंटर गिरने से दो मजदूर घायल

પંચકૂલાઃ જીકરપુર વિસ્તારમાં આવેલી હોટલ વી-5ની સામેની બે માળની ઈમારતની ઉપર ત્રીજો માળ બાંધવાનું કામકાજ ચાલી રહ્યું હતું. દરમિયાન રાત્રીના સમયે સ્લેબ તુટી પડતા ત્રણ કામદારનો ગંભીર ઈજા થઈ હતી. જ્યારે કેટલાક કામદારો કાટમાળ નીચે દબાયા હતાં. મોડી રાતથી સવાર સુધી બચાવકાર્ય ચાલ્યુ હતું.

હરિયાણાના જીકરપુરમાં નિર્માણાધીન ઈમારતનો સ્લેબ તુટ્યોઃ 3 કામદારો ઘાયલ

By

Published : Oct 5, 2019, 2:26 PM IST

પીરમુછલ્લામાં નિર્માણાધીન બિલ્ડીંગના ત્રીજા માળમાં લેંડર નાંખવાની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન પ્રોપર સપોર્ટ ન મળવાના કારણે લેંડર સહિતનો સ્લેબનો ભાગ તુટી પડ્યો હતો. આ ઘટના દરમિયાન 10 મજૂરો ત્યાં કામ કરી રહ્યા હતાં. જેમાંથી ત્રણ મજૂરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગના જવાનોએ ઘટના સ્થળે પહોંચી બચાવકાર્ય શરુ કર્યુ હતું. કાટમાળ નીચે બીજા કામદારો દબાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

ABOUT THE AUTHOR

...view details