શુક્રવારે મધ્યપ્રદેશના છિંદવાડામાં કમલનાથના પુત્ર નકુલનાથ માટે પ્રચાર કરવા આવેલા શત્રુઘ્ન સિંહાએ પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ અલી જિન્નાની પ્રશંસા કરી હતી. જો કે, આ વિવાદ વધ્યા પછી તેમણે બચાવ પણ કર્યો હતો.
NCP નેતા માજિદ મેમણે આપ્યો શત્રુનો સાથ, કહ્યું આઝાદીમાં જિન્નાનું યોગદાન - comment
ન્યુઝ ડેસ્કઃ રાષ્ટ્રવાદી કોંગ્રસ પક્ષ(NCP)ના નેતા માજિદ મેમણે પટના સાહિબ લોકસભા સીટથી કોંગ્રસના ઉમેદવાર શત્રુઘ્ન સિંહાના મોહમ્મદ અલી જિન્ના પર આપેલા નિવેદનો બચાવ કરતો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે, મોહમ્મદ અલી જિન્નાનો આઝાદીની લડાઇમાં મોટો ફાળો રહ્યો છે. જિન્ના મુસ્લિમ હતા તેના કારણે શત્રુઘ્ન સિંહાના નિવેદન પર વિવાદ થઇ રહ્યા છે અને દેશવિરોધી કહેવામાં આવી રહ્યા છે.
સૌજન્ય ANI
મેમણે શત્રુઘ્ન સિંહાનો બચાવ કરતા ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે, ભાજપના અધ્યક્ષ અમિત શાહ આ વાત યાદ રાખે કે શત્રુઘ્ન સિંહા કાલ સુધી તમારી પાર્ટીમાં જ હતા. જો તેમણે દેશ વિરોધી નિવેદન આપ્યું હોય, તો પછી તમે જ તેમને શિક્ષણ આપ્યું હશે.