ગુજરાત

gujarat

ઝારખંડ: રઘુવર દાસની કારમી હાર પાછળના મુખ્ય 5 કારણ

By

Published : Dec 24, 2019, 1:34 PM IST

નવી દિલ્હી: ઝારખંડમાં ભાજપ મહાગઠબંધનની સામે ઢીંચણીયે પડી ગયું છે. ખાસ વાત તો એ છે કે, રાજ્યના મુખ્ય પ્રધાન ખુદ પોતાની સીટ પણ બચાવી શક્યા નથી. તેમને ભાજપના જ બળવાખોર નેતા સરયુ રાયે 15 હજાર મતથી માત આપી છે. આખરે એવું તે શું કારણ છે કે, સતત પાંચ વખત જીતેલા રઘુવર દાસને મુખ્યપ્રધાન હોવા છતાં પણ આવી કારમી હારનો સામનો કરવો પડ્યો.

cm raghuvar das
cm raghuvar das

પ્રદેશના રાજકારણને સારી રીતે જાણતા લોકોનું કહેવું છે કે, દાસની હાર પાછળ તેમનું અહંકારી વલણ અને વિકાસના નામ પર વાસ્તવિકતા ઓછી અને વાયદા વધુ જેવી સ્થિતી જવાબદાર છે. તેમની સરકારમાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને રોજગારી જેવી બુનિયાદી જરુરિયાતો પર યોગ્ય રીતે ધ્યાન આપ્યું જ નથી.

વિશ્લેષકોના જણાવ્યા અનુસાર ભાજપની હારનું મુખ્ય કારણ આજસૂ સાથે ગઠબંધન તૂટવું તે સૌથી મોટું કારણ છે. કારણ કે, પ્રદેશની વિવિધતા જોતા અહીં ગઠબંધન સરકાર જ ચાલી શકે, જેને પારખી વિપક્ષે મહાગઠબંધન કરી રાજ્ય પર કબ્જો જમાવી લીધો. ટિકિટોની વહેંચણી પણ એક મોટું કારણ છે.

રઘુવર દાસની હારના મુખ્ય પાંચ કારણો

1.રઘુવરની અલોકપ્રિયતા અને સરકાર સામે અસંતોષ:

ઝારખંડમાં હાર માટે રઘુવર દાસની છબી મોટી ભૂમિકા ભજવી ગઈ. પાર્ટી નેતાઓ તો ઠીક પણ સામાન્ય જનતા સાથે પણ તેમને આત્મિય સંબંધો રહ્યા નહોતા.સરયુ રાય સહિત પાર્ટી સંગઠનના અમુક નેતા હાઈકમાન્ડ સુધી રઘુવરની ફરિયાદો કરતા રહેતા હતા,પણ કશુંય થયું નહી. પરિણામ અસંતોષ રાજ્યમાં વધતો ગયો.

શિક્ષણ, સ્વાસ્થ્ય અને રોજગાર જેવી બુનિયાદી જરુરિયાતો પર વ્યવસ્થિત ધ્યાન ન આપ્યું જેનું પરિણામ હારમાં આવ્યું. રઘુવર દાસની સરકારમાં આંગણવાડી કાર્યકર્તા અને ફિક્સ પગારના શિક્ષકો પર લાઠીચાર્જની ઘટના થઈ છે. જેના કારણે ગામડે ગામડે અને ઘર ઘરમાં સરકાર સામે અસંતોષ વ્યાપી ગયો હતો.

2. બ્યૂરોક્રેસી પણ નારાજ:
એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, રઘુવર દાસની અહંકારી પ્રવૃતિને કારણે સામાન્ય લોકો તો ઠીક બ્યૂરોક્રેસી પણ નાખુશ રહ્યું છે.

3. બુનિયાદો સુવિધાઓ પર ધ્યાન ન આપવું:
રઘુવર દાસે શિક્ષણ, સ્વાસ્થ્ય જેવી મૂળભૂત સુવિધાઓ પર યોગ્ય રીતે ધ્યાન આપ્યું જ નથી. એક ડૉક્ટરે જણાવ્યું હતું કે, રાંચી સ્થિત રિમ્સમાં પણ ડૉક્ટરોની ભરતી કરી નથી. શિક્ષણ અને સ્વાસ્થ્યના નામ પર સરકારે ફક્ત જાહેરાતો જ આપી છે. હકીકતમાં જોવો તો આ ક્ષેત્રમાં કોઈ કામ જ થયા નથી.

4.મોબ લિંચિંગથી જનતામાં અસુરક્ષાની ભાવના:
એક સામાજિક કાર્યકર્તાએ જણાવ્યું હતું કે, આ સરકારમાં મોબ લિચિંગની ઘટનાઓથી લોકો ઘણા નારાજ હતા. તેમણે જણાવ્યું હતું કે, સરકાર ઝારખંડમાં સામાજિક તાણાવાણાને બરાબર સમજી શકી નહોતી, જેના કારણે દૂર દૂરના આદિવાસીઓમાં પણ અસંતોષ વ્યાપી રહ્યો હતો. જો અર્જૂન મુંડાને મુખ્ય પ્રધાન બનાવ્યા હોત તો રાજ્યમાં આજે ભાજપ વધુ સારી સ્થિતીમાં હોત.

તેમણે આગળ જણાવ્યું હતું કે, સરકાર જે વિકાસની વાત કરી રહી છે, તે ફ્કત શહેરો સુધી જ મર્યાદિત રહ્યો હતો. ગામડાઓ સુધી આ વિકાસ હજુ પહોંચ્યા જ નથી. તેમણે કહ્યું કે, પ્રદેશમાં ભાજપની સરકારથી લોકોમાં આશા જાગી હતી કે, તેમના માટે સરકાર યોગ્ય પગલા ભરશે પણ તેમની આશા નઠારી સાબિત થઈ છે.

5. ભૂમિ અધિગ્રહણના કાયદામાં સંશોધન:

રઘુવર દાસની સરકારે આદિવાસીઓની જમીનના અધિકાર માટે બનેલા કાયદામાં વિરોધ થવા છતાં પણ સંશોધન કર્યુ. જેના કારણે આદિવાસીઓના એક મોટા ભાગમાં એવો સંદેશો વહેતો થયો કે, ભાજપ સરકાર તેમના જલ, જંગલ અને જમીનથી વંચિત રાખવા માગે છે. વિપક્ષે આને મુદ્દો બનાવ્યો. બાદમાં પરિસ્થિતીને ધ્યાને રાખતા રાષ્ટ્રપતિએ સીએનટી અને એસપીટી જેવા બિલ પર સહી કર્યા વગર જ પાછા મોકલી દીધા.

આ તમામ વાતઓ આદિવાસીઓમાં ભાજપ પ્રત્યેનો વિકાસ ડગમગાવી દીધો, જેનું ખરાબ પરિણામ રઘુવર દાસને મળ્યું છે.

ABOUT THE AUTHOR

...view details