મહાત્મા ગાંધીએ દેશમાં આંદોલનની ભાવના સાથે અનેક જગ્યાએ પ્રવાસ ખેડ્યો હતો. ત્યારે મહાત્મા ગાંધીએ બેઝવાડા(હાલનું વિજયવાડા)માં પણ છ વખત આવ્યા છે. આ યાત્રામાં સૌથી યાદગાર ત્રીજી વખતની યાત્રા રહી હતી. આ સમયે મહાત્મા ગાંધીએ લોકોને અંગ્રેજો વિરુદ્ધ આંદોલન કરવાનું આહ્વાન કરતા અનેક લોકોએ નોકરી, પદ અને પ્રતિષ્ઠા છોડી દીધી હતી. અય્યદેવરા કલેસરા રાવે દેસધારાકા( રાષ્ટ્રીય સુધારક)ની ઉપાધી પણ ત્યાગી દીધી હતી. બાદમાં તેઓ આંધ્રપ્રદેશ વિધાનસભાના પ્રથમ સ્પિકર પણ બન્યા હતા.
1921માં મહાત્મા ગાંધી સાત દિવસ સુધી વિજયવાડામાં રોકાયા હતા. બાપૂએ અહીં અખિલ ભારતીય કાર્યસમિતિની બેઠકનું અહીં આયોજન કર્યુ હતું. આ બેઠક બંદર રોડ હાલના બાપૂ સંગ્રહાયલમાં આયોજીત હતી. આ એ જ જગ્યા છે, જ્યાં પિંગલી વેંકૈયાએ બાપૂને દેશમાં રાષ્ટ્રીય ધ્વજ અર્પણ કર્યો હતો. જેને ગાંધીજીએ મંજૂરી આપી હતી. આ બેઠકમાં અનેક મોટા નેતાઓએ ભાગ લીધો હતો.
મહાત્મા ગાંધીએ રાષ્ટ્રીય ઝંડાને જ્યાં મંજૂરી આપી તેની અવિસ્મરણીય યાદો 1929માં ગાંધીજીએ ખાદી યાત્રા માટે અનેક લોકોને સાથે જોડાવા માટે આહ્વાન કર્યું હતું. સ્વદેશી કપડા પહેરવા માટે લોકોને જાગૃત કરવા લાગ્યા. ગાંધીજી અહીં લોકોને જણાવ્યું હતું કે, આપણા કપડા આપણે જાતે જ તૈયાર કરવા જોઈએ. ત્યાંના લોકોએ ગાંધીના કહેવા પર આ વાતનો અમલ શરૂ કરી દીધો.
1937માં ગૂંટુર જિલ્લામાં ભયંકર વાવાઝોડુ આવ્યું હતુંમ. ગાંધીજીએ પીડિતોની મદદ કરવા, સાંત્વના આપવા વિજયવાડા આવ્યા હતા. 26 જાન્યુઆરી 1946માં પણ હિન્દી પ્રચાર યાત્રા દરમિયાન વિજયવાડા આવ્યા હોવાનો ઉલ્લેખ છે. ગાંધીજી વિજયવાડા આવવાની ખબર મળતા હજારો લોકો રેલવે સ્ટેશન પર એકઠા થઈ જતાં.
ગાંધીજી સાથે વિજયવાડાની આટલી સરસ યાદોને કારણે રાષ્ટ્રપતિ ઝાકિર હુસૈને રેલ્વે સ્ટેશનની બાજુમાં આવેલી પહાડીનું નામ ગાંધી હિલ રાખ્યું હતું. આજે પણ આ પહાડી એક ઐતિહાસિક અને સાંસ્કૃતિક કેન્દ્રના રુપમાં સ્થાપિત છે. અહીં અખિલ ભારતીય કોંગ્રેસની બેઠક, રાષ્ટ્રીય ઝંડાની સ્મૃતિ, ગાંધીજીને તિરંગો આપવો આ તમામ યાદોને આરસના પથ્થરમાં કંડારી સાચવી રાખવામાં આવ્યા છે.