ઉદ્ધવ ઠાકરે અને તેમની પત્નીએ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળ્યા હતા. મંગળવારના રોજ શિવસેના-એનસીપી-કોંગ્રેસે તેમના ધારાસભ્યોના સમર્થનનો પત્ર રાજ્યપાલને સોંપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે ફડણવીસને બહુમત સાબિત કરવા બુધવાર સુધીનો સમય આપ્યો હતો. પરંતુ આ પહેલા દેવેન્દ્ર ફડણવીસે મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું હતું. ફડણવીસે કહ્યું કે, અજિત પવારે ધારાસભ્યોને ટેકો આપવાનો વિશ્વાસ આપ્યો હતો.
શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે શિવસેના, એનસીપી અને કોંગ્રેસના ગઠબંધન 'મહા વિકાસ અધાડી' ગઠબંધનના નેતા તરીકે પસંદગી કરવામાં આવી છે. આ ત્રણેય પક્ષના ધારાસભ્યોની બેઠકમાં સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો હતો કે ઉદ્ધવ ઠાકરે 28 નવેમ્બરના રોજ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન પદના શપથ લેશે.
ઉદ્ધવ ઠાકરે 28 નવેમ્બરના રોજ મુંબઇના શિવાજી પાર્કમાં યોજાયેલા એક કાર્યક્રમમાં મુખ્યપ્રધાન પદના શપથ લેશે. ત્રણેય પક્ષો વચ્ચે એક કાર્યક્રમને (સીએમપી) લઈ ટ્રાઇડન્ટ હોટેલમાં બેઠક મળી હતી. આ બેઠકમાં ત્રણેય પક્ષના ધારાસભ્યોએ ભાગ લીધો હતો. પરંતુ એનસીપી નેતા અજિત પવાર, જેમણે નાયબ મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપ્યું હતું, તેઓ આ બેઠકમાં હાજર રહ્યા ન હતા.
સુપ્રીમ કોર્ટે શિવસેના, એનસીપી અને કોંગ્રેસ દ્વારા દાખલ કરેલી અરજીની સુનાવણી દરમિયાન બુધવારે દેવેન્દ્ર ફડણવીસને ફ્લોર ટેસ્ટમાં બહુમતી સાબિત કરવાનું કહ્યું હતું, ત્યારબાદ તેમણે સીએમ પદ પરથી રાજીનામું આપ્યું હતું.